ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ગુજરાત સહિત 5 રાજ્યોમાં આજે સાંબેલાધાર વરસાદની આગાહી, દિલ્હીમાં તો યમુના ઉફાને

વેધર અપડેટ / ગુજરાત સહિત 5 રાજ્યોમાં આજે સાંબેલાધાર વરસાદની આગાહી, દિલ્હીમાં તો યમુના ઉફાને

Published By: Priykant Shrimali

Last Updated: 08:41 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast Today : જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં સતત વરસતા વરસાદે જીવનવ્યવસ્થા ઠપ્પ કરી, જાણો આજે ક્યાં પડશે વરસાદ ?

ADVERTISEMENT

Rain Forecast Today : ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે ભારે તબાહીના દૃશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં સતત વરસતા વરસાદે જીવનવ્યવસ્થા ઠપ્પ કરી છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે વ્યાપક નુકસાન થયું છે.

જમ્મુ-કાશ્મીરમાં સ્તિથી ગંભીર

જમ્મુમાં સતત વરસાદને કારણે માતા વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસખલનના કારણે જાનહાનિ નોંધાઈ છે, જેના કારણે યાત્રા તાત્કાલિક અસરથી અટકાવી દેવાઈ છે. જમ્મુના જૈન બજાર વિસ્તારમાં એક આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેના લીધે આસપાસના 5થી 6 મકાનો પણ નષ્ટ થયાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેઓ પોતાનું ઘર છોડવા તૈયાર નથી ભલે જોખમ કેટલું પણ હોય. પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં સતત લાગેલું છે.

યમુનાનું પાણી ચેતવણીના સ્તરથી ઉપર

આ તરફ ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદના કારણે યમુનાનું જળસ્તર 204.55 મીટર સુધી પહોંચી ગયું છે, જે ચેતવણીનો સ્તર છે. જો આ સ્તર 206 મીટર પાર કરશે તો દિલ્લીમાંથી લોકોએ સ્થળાંતર કરાવવાનો પ્રારંભ થશે. યમુનાનું જળસ્તર વધી રહ્યું છે કારણ કે વજિરાબાદ અને હથીનીકુંડ બેરેજમાંથી સતત લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે, પરંતુ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા બહુ ઓછી છે. ગુજરાત માટેની આગાહી મુજબ આજે એટલે કે, 27 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. માત્ર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં માત્ર છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.

આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

સ્કાયમેટ વેધર મુજબ આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દક્ષિણ પૂર્વી રાજસ્થાનમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશ, તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા, ગુજરાત વિસ્તાર અને કોંકણ-ગોવા વિસ્તારમાં પણ હળવો થી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તટવર્તી કર્ણાટક, અંડામાન-નિકોબાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં હળવો વરસાદ યથાવત રહેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

આગાહી દરમિયાન શું ધ્યાન રાખશો ?

  • લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવું જોઈએ.
  • નદી કે નાળાની નજીક ન જવું.
  • સ્થાનિક પ્રશાસનના સૂચનોને અનુસરીને સલામત સ્થળે સ્થળાંતર કરવું.
  • ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં મુસાફરી ટાળી દેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Gujarat rain weather forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ