બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બસમાં આગ લાગવા માટે આ કારણો જવાબદાર! જાણો લોકો કેમ બચી નથી શક્તા?

સેફ્ટી ઇસ્યુ / બસમાં આગ લાગવા માટે આ કારણો જવાબદાર! જાણો લોકો કેમ બચી નથી શક્તા?

Jay Bhatt

Last Updated: 03:22 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી બસમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. બસ થોડીવારમાં જ આગનો ગોળો બની જાય છે. બસમાં સેફ્ટીને લઈને હવે સવાલ ઉભા થયા છે.

Bus Safety Issues: આજે ભયાનક દુર્ઘટના બની છે, જેમાં હૈદરાબાદથી બેંગલુરુ જતી એક ખાનગી બસ એક બાઈક સાથે અથડાયા બાદ આગ ભડભડ સળગી ઉઠી હતી. આ દુર્ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બની હતી.

બસની સેફ્ટી અંગે પણ સવાલો ઉઠ્યા

આ દુર્ઘટના પહેલા આવી અનેક દુર્ઘટના બની ચૂકી છે, ત્યારે બસ સળગવાની ઘટનામાં સેફ્ટી અંગે પણ સવાલો ઉભા થાય છે. રોજ હજારો લોકો ખાનગી કે સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે આવી ઘટના બને છે તો લોકોનો જીવ કેમ બચી શક્તો નથી તેવો સવાલ પણ ઉભો થાય છે.

બસમાં બેઠેલા મુસાફરો ભડથું થયા

હૈદરાબાદથી બેંગલુરુ જતી બસ થોડીવારમાં જ આગનો ગોળો બની ગઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. પીડિતો એટલા ખરાબ રીતે ભૂંજાયા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી. અગાઉ, 14 ઓક્ટોબરના રોજ જેસલમેરમાં એક ચાલતી બસમાં આગ લાગી હતી, જેમાં આવી જ એક ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે.

બસ બાઈક સાથે અથડાઈ હતી

આંધ્રપ્રદેશની ઘટનામાં એવું બહાર આવ્યું છે કે એક બાઈક બસ સાથે અથડાઈને નીચે ફસાઈ ગઈ હતી, જેના કારણે આગ લાગી હતી. કુર્નૂલ રેન્જના ડીઆઈજી કોયા પ્રવીણે સમજાવ્યું કે આગ લાગ્યા પછી શોર્ટ સર્કિટને કારણે બસનો દરવાજો લોક થઈ ગયો હતો, જેના કારણે મુસાફરો બહાર નીકળી શક્યા ન હતા. જેસલમેરની ઘટનામાં પણ બસનો દરવાજો જામ થઈ ગયો હતો, જેના કારણે લોકો અંદર ફસાયા હતા.

bus fire

બસનો દરવાજો કેમ જામ થઈ જાય છે

દર વખતે આગ લાગવાને કારણે બસનો દરવાજો જામ થઈ જાય છે અને બસ ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે.બસમાં બેઠેલા લોકો ગૂંગળાઈ જાય જાય છે અને પછી તેઓનો જીવ જતો રહે છે. આગ લાગ્યા પછી બસનો દરવાજો જામ થવાનું સાચું કારણ બસનું ઇન્ટીરીયર અને વાયરિંગ છે.

vtv app promotion

બસનું ઇન્ટીરીયર પણ આગ માટે જવાબદાર

બસનું ઇન્ટીરીયર એવી રીતે બનાવવામાં આવે છે કે સીટો અને સીલિંગ ફોમ અને રેક્સિનથી બનેલી હોય છે જે આગને ઝડપથી પકડી લે છે. આ બંને વચ્ચે વાયરનું નેટવર્ક નાખવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ ખામી અથવા શોર્ટ સર્કિટની સ્થિતિમાં એક નાનો તણખો પણ આખી બસને આગમાં ફેરવી નાખે છે.

થોડીવારમાં જ બસનું તાપમાન વધી જાય છે

બસોમાં ઘણીવાર વધુ મુસાફરોને બેસાડવા માટે વધુ સીટો હોય છે. આનાથી બસની સીટો વચ્ચેનું અંતર સાંકડું થઈ જાય છે એટલે ઈમરજન્સીમાં ભાગવામાં નડતરરુપ બને છે લોકો અટવાય જાય છે. એક ફાયર અધિકારીના જણાવ્યું હતું કે 'જ્યારે બસમાં આગ લાગે છે, ત્યારે તાપમાન થોડીક સેકન્ડોમાં 100 ડિગ્રી સેલ્સિયસથી વધી શકે છે.'

વધુ વાંચો : VIDEO : ચાલુ કારે ફટાકડા ફોડીને જાહેર રસ્તા પર ફેંક્યા, નબીરાએ રીલ પણ બનાવી

આ કારણ પણ જવાબદાર હોઈ શકે

હવે કેટલીક લકઝરી બસો ખાસ કરીને વોલવોમાં તો એસી પણ હોય છે, એટલે એસીના વાયરિંગમાં શોર્ટ સર્કિટ લાગે તો પણ બસમાં ભીષણ આગ લાગી જાય છે. કેટલીક બસોમાં લાકડાનું ઇન્ટીરીયર હોય છે જે આગને ઝડપી પકડી લે છે તો સીટ પણ સ્પંજની હોય છે અને કવર પણ એવા હોય છે જેનાથી આગ ઝડપથી ફેલાય જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

knowledge know safety issues Bus fire incident
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ