બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:54 PM, 18 September 2025
ભારત એવો દેશ છે જ્યાં અલગ અલગ પ્રદેશ પ્રમાણે ભાષા બદલાઈ જાય છે, સાથે જ રીવાજો અને સંસ્કૃતિઓ પણ બદલાઈ જાય છે. એવી જ કેટલીક અનોખી પરંપરાઓ હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળે છે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશ “ખંજરવાળા લગ્ન” કે “ખંજરવાલી શાદી” માટે જાણીતો છે. આ રીવાજમાં વરરાજા દુલ્હનના ઘરે સીધો જતો નથી ,પરંતુ તેના બદલે ખંજર વરરાજાની હાજરીનું પ્રતિક બનીને જાય છે અને લગ્નના તમામ રીતરિવાજોમાં એ ખંજર જ સામેલ રહે છે.

ADVERTISEMENT
શું છે આ પરંપરા
કુલ્લુ, કિન્નૌર અને શિમલા જેવા વિસ્તારોમાં ખંજરને વરરાજાનું પ્રતિક માનવામાં આવે છે. દુલ્હનના ઘરે 5 થી 11 લોકો જાય છે અને તમામ રીતરિવાજો પૂર્ણ કરે છે. વરરાજાનો મોટો ભાઈ કે કોઈ નજીકનો સગો આ ખંજર લઈને જાય છે. આ ખંજર જ વરરાજાની હાજરીનું પ્રતિક માનવામાં આવે છે. દુલ્હનના ઘરે હળદર, મહેંદી અને લગ્નના દરેક રીતરિવાજો આ ખંજર સાથે કરવામાં આવે છે.
ADVERTISEMENT

વરરાજાના ઘરે થાય છે છેલ્લો રિવાજ
ADVERTISEMENT
દુલ્હનના ઘરે દરેક વિધિઓ પૂર્ણ થયા બાદ તેને ખંજર સાથે વરરાજાના ઘરે લાવવામાં આવે છે. અહીં આવીને તે પહેલી વાર પોતાના પતિને મળે છે અને છેલ્લી વિધિઓ પૂર્ણ કરે છે. ત્યાર બાદ વરરાજા પોતાનું ખંજર પાછું લઈ લે છે અને દુલ્હનને સિંદૂર લગાવે છે.
વધુ વાંચો : આ રક્ષા કરશે દીકરીઓની? સગીર છોકરી સાથે સંબંધ બાંધતાં ઝડપાયાં ભાજપના મોટા નેતા, કેમેરામાં કેદ
ADVERTISEMENT
આ પરંપરાની શરૂઆત કેવી રીતે થઈ?
કહેવાય છે કે આ ખંજરવાળા લગ્નની શરૂઆત આર્થિક મુશ્કેલીઓના કારણે થઈ હતી. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં મોટી જાન લઈને જવું , ભોજન આપવું અને તમામ લગ્નવિધિઓ કરવી ઘણી વાર કઠિન અને ખર્ચાળ સાબિત થતી હતી. તેથી વરરાજાની જગ્યાએ ખંજર મોકલવાથી પરિવાર લગ્નની પવિત્રતા જાળવી શકતો હતો અને દુલ્હનના પરિવારજનો પર ભાર પણ પડતો ન હતો. સાથે જ આ ખંજર વરરાજાનું પ્રતિક હોવાથી એવું પણ માનવામાં આવતું હતું કે તે દુલ્હનની રક્ષા કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.