બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / ગૌરવનું અદભૂત સાહસ! કેસર ઉગાડીને કરી લાખોની કમાણી, ઘરે જ ઉગાડો કેસર જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Last Updated: 03:41 PM, 28 May 2025
કેસર, એટલે સોનાથી પણ મોંઘો અતિ કિમતી મસાલો. જ્યારે આપણી આસપાસથી લોકો કાશ્મીર ફરવા જાય, તો આપણે તેમની પાસેથી કેસર મંગાવતા હોઈએ છીએ. કારણ કે ભારતમાં કેસરની ખેતી મુખ્યત્વે કાશ્મીરમાં જ થાય છે. જો કે, હવે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં કેસર ઉગાડી શકે છે. ના ના, અમે ટાઢા પહોરના ગપ્પા નથી મારતા. હિમાચલ પ્રદેશના એક યુવાને આ વાતને સાચી સાબિત કરી બતાવી છે. હિમાચલ પ્રદેશના ગૌરવ નામના યુવાને જમીન કે પાણી વગર કેસરની એક રૂમની અંદર ખેતી કરી છે. એટલું જ નહીં, હવે કેસર વેચીને તે દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.
ADVERTISEMENT

ગુજરાતથી હજારો કિલોમીટર દૂર હિમાચલ પ્રદેશના સૌંદર્યમય સોલનના ખીણોમાં એક નાનો ઓરડો છે, જ્યાં ગૌરવ સભરવાલે એક અનોખું સાહસ શરૂ કર્યું છે. ગૌરવ સભરવાલ ઘરમાં જ જમીન કે પાણી વગર કેસર ઉગાડી રહ્યા છે અને એ પણ નવીનતમ એરોપોનિક્સ પદ્ધતિથી. આ કેસર ઘરે કેવી રીતે ઉગાડી શકાય છે તેની માહિતી પણ આપીશું પરંતુ તેની પહેલા ગૌરવના જીવનના સંઘર્ષના સફળ વિશે જાણવું પણ જરૂરી છે.
ADVERTISEMENT
ગૌરવ ભલે અત્યારે મહિને લાખોની કમાણી કરતા હોય, પરંતુ તેમની શરૂઆત પણ સંઘર્ષમાંથી જ થઈ છે. પિતાના અચાનક અવસાન પછી, વેપારમાં ખોટ જતા દુકાન વેચવી પડી. આવા સમયે કમાણીના નવા રસ્તા શોધવાના હતા. ગૌરવે ત્યારે ઈન્ટરનેટ પર નવા બિઝનેસ આઈડિયા શોધવાનું શરૂ કર્યું. જેમાં તેમને ખેતી વિશે માહિતી મળી. શરૂઆતમાં મશરૂમની ખેતી વિશે વિચાર્યું, પણ સોલનમાં ઓલરેડી તેમાં સ્પર્ધા વધારે હતી. આ દરમિયાન ગૌરવને એરોપોનિક્સ પદ્ધતિ વિશે જાણકારી મળી. આ પદ્ધતિમાં જમીન કે પાણીનો ઉપયોગ વિના હવા અને ઝાકળ વડે છોડ ઉગાડવામાં આવે છે, જેથી તેના વિશે વધારે રિસર્ચ કરવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગૌરવ ઓનલાઇન અભ્યાસ દ્વારા એરોપોનિક્સ ખેતી વિશે શીખ્યા. ત્યારબાદ વ્યવસાય શરૂ કરવા માટે તેમણે પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના (PMEGP) હેઠળ ₹10 લાખની લોન મેળવી અને એક નાનો 300 ચોરસ ફૂટનો ઓરડો તૈયાર કર્યો. ઓરડામાં કુદરતી પ્રકાશની નકલ કરતી LED લાઇટિંગ અને હ્યુમિડિફાયર (ભેજ નિયંત્રક) મૂક્યા. આ ઉપરાંત કાશ્મીરના પમ્પોર ખીણમાંથી 500 કિ.ગ્રા. કેસરનું બિયારણ ખરીદ્યુ, જેને ટેક્નિકલ ભાષામાં ક્રોકસ સેટીવસ બલ્બ કહેવાય છે. આ બલ્બમાં સૌથી વધુ રોકાણ થયું હતું કારણ કે, એક મધર બલ્બ દર વર્ષે ત્રણ નવા બલ્બ પેદા કરી શકે છે અને તે સૌથી મોંધી કિંમતે વેચાય છે.

ADVERTISEMENT
કેસરમાં ફૂલની સિઝન પૂરી થતા બલ્બ નિષ્ક્રિય (માર્ચથી જુલાઈ) થઇ જાય છે, જેમાં નવા બલ્બ પેદા થાય છે. એક મધર બલ્બ 7 વર્ષ સુધી ઉત્પાદન કરી શકે છે. ગૌરવની પહેલી ખેતીમાં તેમને અડધો કિલો કેસર મળ્યું કે જે એક મહિનામાં ₹2.5 લાખમાં વેચાયુ. સામાન્ય રીતે 500-700 કિલો બલ્બમાંથી 1 થી 1.5 કિલો કેસર મળે છે. હોલસેલ ભાવ ₹3 લાખ પ્રતિ કિલો છે, જ્યારે ગૌરવ પોતે તેને ₹5 લાખ પ્રતિ કિલો (₹500 પ્રતિ ગ્રામ) વેચે છે. કેસરના ફૂલોની પાંખડીઓ પણ પરફ્યુમ ઉદ્યોગમાં વપરાય છે અને તે રૂ. 1,000-1,500 પ્રતિ કિલો વેચાય છે. સાથે જ “કેસર પટ્ટી” ઔષધીય ઉપયોગ માટે ₹10,000-15,000 પ્રતિ કિલોમાં વેચાય છે. એટલે કે એક જ ખેતીમાંથી જુદી જુદી આવક થઈ શકે છએ.
ADVERTISEMENT

ગૌરવ “Farmer Near Me” જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાના કેસરનું વેચાણ દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ અને કર્ણાટક સુધી પહોંચાડે છે. તાજેતરમાં તેમણે આંતરરાષ્ટ્રીય નિકાસનું લાઇસન્સ પણ મેળવ્યું છે. તેમણે હવે 35થી વધુ લોકોને કેસર ઉગાડવાનું તાલીમ પણ આપી છે જેમાં લાઇવ ફાર્મ વિઝિટ, છોડની નિરીક્ષણ અને એરોપોનિક્સ પદ્ધતિ શીખવાડવામાં આવે છે. આ તાલીમ માટે ₹1,200 ચાર્જ અને બલ્બ ખરીદવા માટે સંપર્ક પૂરું પાડે છે.

એરોપોનિક્સ પદ્ધતિમાં બલ્બોને પ્લાસ્ટિકના ટ્રેમાં મૂકે છે જેથી તેમના મૂળિયા હવામાં ખુલ્લા રહે અને ઝાકળના માધ્યમથી પોષણ મળી શકે. ઓરડાનું તાપમાન કાશ્મીર જેવા વાતાવરણ મુજબ ઓગસ્ટમાં 23°C થી નવેમ્બરમાં ધીમે ધીમે 7°C સુધીનું રાખવામાં આવે છે. લગભગ સાત અઠવાડિયાંમાં બલ્બમાંથી ફૂલો ફૂટવા લાગે છે. દરેક ફૂલમાંથી ત્રણ લાલ દોરા મળે છે જે કેસર હોય છે. ત્યારબાદ આ દોરાઓને ખૂબ જ હળવાશથી હાથથી ઉતારી લેવામાં આવે છે અને પછી ભેજ ગુમાવવાથી તેની ગુણવત્તા બચાવવા માટે સંગ્રહિત કરવામાં આવે છે. પછી આ કેસરનું પેકિંગ કરીને વેચાણ કરી શકો છો.
સ્ટેપ 1 : યોગ્ય પદ્ધતિ પસંદ કરવી
કેસર ઉગાડવા માટે પરંપરાગત માટીવાળી પદ્ધતિ અને આધુનિક એરોપોનિક્સ પદ્ધતિ છે. હળવા ખર્ચ માટે પરંપરાગત રીત યોગ્ય છે જ્યારે વધુ ઉત્પાદન અને પાણી બચાવવું હોય તો એરોપોનિક્સ શ્રેષ્ઠ છે.

પાણી સારી રીતે નીકળતું હોય તેવી માટી (pH 6-8) પસંદ કરો. રેતાળ અથવા કાંકરીવાળી માટી શ્રેષ્ઠ રહે છે. વાવેતર માટે 8-13 સે.મી. ઊંડા અને 10 સે.મી. દૂર એકબીજાથી છિદ્ર બનાવી બલ્બ મૂકો.

ગાયના છાણ સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ 2:3:2 ના પ્રમાણમાં મિક્સ કરો. આ ખાતર છોડ માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.

વાવેતર પછી 2-3 દિવસમાં જો વરસાદ ન પડે તો હળવું પાણી આપો. જમીન હંમેશા ભેજવાળી રાખવી, પરંતુ પાણી ભરાય નહીં.


3-4 મહિનામાં ફૂલો તૈયાર થાય છે. લણણી માટે શિયાળાના સવારના 6-10 વાગ્યાના સમય શ્રેષ્ઠ છે તે સમય પર ફૂલોના લાલ દોરાઓને અલગ કરીને 5-6 દિવસ સુધી તડકામાં સૂકવો. ત્યારબાદ કેસર તૈયાર થઇ જાય છે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.