ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી? સેનાએ આપ્યો જવાબ

ઓપરેશન સિંદૂર / સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી? સેનાએ આપ્યો જવાબ

Last Updated: 10:09 PM, 20 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં સુવર્ણ મંદિરમાં વાયુ સંરક્ષણ બંદૂકો તૈનાત કરાયાનું દાવો કરાતો હતો, જેથી ચિંતાનું માહોલ સર્જાયો હતો. ભારતીય સેનાએ આ દાવાને ખોટો ઠેરવી સ્પષ્ટતા આપી છે.

ADVERTISEMENT

હાલમાં સુવર્ણ મંદિર (શ્રી હરમંદિર સાહિબ) ને લઇને સમાચાર સામે આવ્યા હતા કે ત્યાં ભારતીય સેનાએ વાયુ સંરક્ષણ બંદૂકો (એર ડિફેન્સ ગન્સ) તૈનાત કરી છે. આ સમાચાર સામે હવે ભારતીય સેનાએ સ્પષ્ટતા આપી છે. સેનાએ જણાવ્યું છે કે અમૃતસર સ્થિત શ્રી દરબાર સાહિબના પરિસરમાં કોઇ વાયુ સંરક્ષણ બંદૂક કે કોઇપણ પ્રકારની હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવામાં આવી નથી. સેનાએ આ અંગે નીકળી રહેલા રિપોર્ટ્સને ભ્રામક ગણાવ્યા છે અને જણાવ્યું કે લોકો આવા અફવાઓ પર વિશ્વાસ ન કરે.

golden-temple-3

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં લઇને ભારતીય સેનાએ સુવર્ણ મંદિરમાં વાયુ સંરક્ષણ તંત્ર લગાવ્યા હતા જેથી પાકિસ્તાનથી આવતા ડ્રોન હુમલાઓને રોકી શકાય. પરંતુ આ દાવા પૂરી રીતે ખોટા છે. શ્રી હરમંદિર સાહિબના મુખ્ય ગ્રંથીએ પણ આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે મંદિરમાં કોઇ સૈન્ય વ્યવસ્થા કે બંદૂક તૈનાત કરવામાં આવી નથી.

golden-temple

મળતી માહિતી મુજબ, 9 મેના રોજ અમૃતસરના વિવિધ 5 વિસ્તારોમાં લગભગ 15 જેટલા પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ મોટાભાગના ડ્રોનને નિષ્ક્રિય પણ કરી દીધા હતા. પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરથી લઇને ગુજરાતના કચ્છ સુધીના સરહદી વિસ્તારોમાં ડ્રોન ઉડાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ધર્મિક સ્થળો સહિત નાગરિક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યો હતો, પરંતુ ભારતની હવાઈ સુરક્ષા અને ઇન્ટેલિજન્સ સિસ્ટમ સતર્ક રહી અને તેમની યુક્તિઓ નિષ્ફળ બનાવવામાં આવી.

app promo1

આ પણ વાંચો : મહિલાએ પોતાના જ કાકાને કહ્યું, હું તમને ખુબ પ્રેમ કરવા લાગી છું તમે મને પ્રેમ આપશો?

અમૃતસર શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ બ્લેકઆઉટ કરાયો હતો અને નાગરિકોની અવરજવર પર પણ અંશતઃ નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. જોકે ભારતીય સેના અને પંજાબ પોલીસ તરફથી સાવચેતીપૂર્વકની કામગીરીના કારણે કોઇ મોટી ઘટના થઇ નહોતી. આ સમગ્ર મામલામાં સેનાએ ફરીથી સ્પષ્ટ કર્યું છે કે સુવર્ણ મંદિર સંકુલ એક આધ્યાત્મિક સ્થાન છે અને ત્યાં કોઇપણ પ્રકારની સૈન્ય તૈનાતી નથી. લોકોને અફવાઓમાં ન પડવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Golden Temple Indian Army statement air defense guns
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ