બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:03 PM, 8 August 2025
ECI replies to Rahul Gandhi: તાજેતરમાં કોંગ્રસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નકલી સરનામાં, ઓળખ, ઇલેક્ટ્રોનિક ડેટા ન આપવા, મતદાર યાદીમાં ગડબડ, બીજેપીની મદદ અને સંવિધાનનું ઉલ્લંઘન જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે ચુંટણી પંચે રાહુલના સવાલ અને આરોપોને લઈને જવાબ આપ્યા છે.
ADVERTISEMENT
❌ The statements made are Misleading #ECIFactCheck
— Election Commission of India (@ECISVEEP) August 8, 2025
✅Read in detail in the image given👇 https://t.co/K1sKq1DvbU pic.twitter.com/tdqudyoXU2
ચૂંટણી પંચએ રાહુલ ગાંધી દ્વારા લગાવેલા આરોપ પર શું કહ્યું ?
ADVERTISEMENT
રાહુલ ગાંધી દ્વારા ગુરુવારે પ્રેસ કૉંફરેન્સમાં ચૂંટણી પંચને જવાબ આપ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું છે કે રાહુલની સ્ક્રિપ્ટ જૂની છે. આ જૂની બોટલમાં નવી દારૂ જેવું છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે હવે જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે પણ 2018માં મધ્યપ્રદેશના તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે એક ખાનગી વેબસાઇટ પરથી ડેટા ડાઉનલોડ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, સત્ય એ હતું કે જે ખામીઓ વિશે વાત કરવામાં આવી રહી હતી તેને ચાર મહિના પહેલા સુધારવામાં આવી હતી અને તેની નકલ પાર્ટીને આપવામાં આવી હતી.

ADVERTISEMENT
તે સમયે, કમલનાથે 'શોધી શકાય તેવી PDF' મતદાર યાદીની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ચૂંટણી પંચે કહ્યું કે હવે 2025માં, જ્યારે તેઓ જાણે છે કે જૂની યુક્તિ કામ કરશે નહીં, ત્યારે મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા માટે આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ઘણી જગ્યાએ મતદાર યાદીમાં એક જ નામ નોંધાયેલું છે. ચૂંટણી પંચે કહ્યું કે 'આદિત્ય શ્રીવાસ્તવ' ના નામમાં રહેલી વિસંગતતા, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમના મતદાર કાર્ડ ત્રણ રાજ્યોમાં બનાવવામાં આવ્યા હતા, તે પણ ઘણા મહિનાઓ પહેલા સુધારી લેવામાં આવ્યું હતું.
વધુમાં વાંચો: 'અમેરિકા પર 50% ટેરિફ લગાવે મોદી સરકાર...' શશિ થરૂરે ટ્રમ્પ પર સાધ્યું નિશાન
ADVERTISEMENT
કમિશને કહ્યું કે કમલનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય કાયદાનો સ્થાયી નિર્ણય છે. રાહુલ ગાંધી દ્વારા વારંવાર એક જ પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી. આમ કરવાથી એવું લાગે છે કે તેઓ સુપ્રીમ કોર્ટનો આદર કરતા નથી. કમિશને કહ્યું કે જો મતદાર કાર્ડમાં કોઈ ગડબડ હોય, તો તેના પર વાંધો ઉઠાવવા અને ફરિયાદ કરવા માટે પહેલાથી જ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. રાહુલ ગાંધીએ પણ આ જ કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈતું હતું. પરંતુ, તેમણે મીડિયામાં પાયાવિહોણા આરોપો લગાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.