બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:08 PM, 8 August 2025
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અલગ અલગ દેશો પર ટેરિફ લધવામાં આવી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર તાજેતરમાં 25 ટકા વધારે ટેરિફ લાદવામાં આવી હતી. તેને લઈને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર લાદવામાં આવી રહેલા ટેરિફ અંગે ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ભારતીય નિકાસ પર 25% ટેરિફ લાદી રહ્યા છે.
ADVERTISEMENT

મોદી સરકારે અમેરિકન ઉત્પાદનો પર 50% ટેરિફ લાદીને આનો જવાબ આપવો જોઈએ. અમેરિકાએ એ પણ જાણવું જોઈએ કે તે એકલું જ નથી જે મનમાની કરી શકે. ભારત પણ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે ઘણું બધું કરી શકે છે. તેમણે કહ્યું, "ભારત પ્રત્યે ટ્રમ્પનું આ વલણ ખૂબ ચિંતાજનક છે. જે દેશ સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને આપણે સાથે મળીને કામ કરી રહ્યા હતા. જો તે દેશે આપણા પ્રત્યે પોતાનો વલણ બદલ્યો છે, તો આપણે પણ તેના વિશે વિચારવું જોઈએ."
ADVERTISEMENT
#WATCH | On US President Trump imposing an additional 25% tariff on India over Russian oil purchases, Congress MP Shashi Tharoor says, "I don't think that's particularly good news for us and that takes our total tariffs to 50 per cent then that's going to make our goods… pic.twitter.com/uWwz9EwA4Q
— ANI (@ANI) August 6, 2025
દેશની અર્થવ્યવસ્થા પર તેની અસર પડશે
ADVERTISEMENT
કોંગ્રેસના સાંસદે કહ્યું કે ટ્રમ્પના આ પ્રકારના ટેરિફથી દેશની અર્થવ્યવસ્થા પર ચોક્કસ અસર પડશે. હાલમાં ભારતનો અમેરિકા સાથે ૯૦ અબજ ડોલરનો વેપાર છે. જો ઉત્પાદનો 50 % મોંઘા થશે, તો ખરીદદારો તેમને ખરીદતા પહેલા સો વાર વિચારશે. જો યુએસ રાષ્ટ્રપતિ આવું કરશે, તો ભારતે પણ યોગ્ય જવાબ આપવો જોઈએ. ભારતે પણ તેમના પર ૫૦ ટકા ટેરિફ લાદવો જોઈએ. કોઈ પણ દેશ ફરી એકવાર ભારતને આ રીતે ધમકી આપી શકે નહીં. ભારતે આનો જવાબ આપવો જોઈએ.

ADVERTISEMENT
ટ્રમ્પનો તર્ક સમજની બહાર
શશિ થરૂરે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી થતી આયાત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે આ વધારા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની ચિંતાઓ તેમજ અન્ય વેપાર કાયદાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત દ્વારા રશિયન તેલની આયાત, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, અમેરિકા માટે ખતરો છે. ટ્રમ્પનો આ તર્ક સમજણની બહાર છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: VIDEO: ગુજરાતી મહિલાએ પાલવ ફાડીને CM ધામીને રાખડી બાંધી, રક્ષાબંધન પર સર્જાયા ભાવુક દૃશ્યો
પીએમ મોદી જાપાન અને ચીનની મુલાકાત લેશે
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે રશિયાથી તેલ આયાત માટે ભારત પર વધારાનો ટેરિફ લાદવાના અમેરિકાના પગલાને ખોટો ગણાવતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. આ પછી, પીએમ મોદી જાપાન અને ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસમાં, ત્રણેય દેશો તેમના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. આ સાથે અમેરિકાને પણ યોગ્ય જવાબ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.