ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'રાહુલ ગાંધી-કોંગ્રેસ ચૂંટણી પંચને બદનામ કરી રહ્યાં છે' જજ-અધિકારીઓ સહિત 272 હસ્તીઓનો ઓપન લેટર

National / 'રાહુલ ગાંધી-કોંગ્રેસ ચૂંટણી પંચને બદનામ કરી રહ્યાં છે' જજ-અધિકારીઓ સહિત 272 હસ્તીઓનો ઓપન લેટર

Published By: Nidhi Panchal

Last Updated: 12:39 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ભારતની લોકશાહી સાચે જ જોખમમાં છે? અને શું રાજકીય દાવપેચો હવે દેશની બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે?

ADVERTISEMENT

દેશભરમાંથી 272 અગ્રણી વ્યક્તિઓએ ચૂંટણી પંચના સમર્થનમાં એક મહત્વપૂર્ણ ખુલ્લો પત્ર જારી કર્યો છે. આ પત્ર પર 16 ભૂતપૂર્વ ન્યાયાધીશો, 123 નિવૃત્ત અમલદારો, 14 ભૂતપૂર્વ રાજદૂતો અને 133 ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓએ હસ્તાક્ષર કર્યા છે. પત્રમાં સ્પષ્ટ રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ અને કેટલાક વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચ અને અન્ય બંધારણીય સંસ્થાઓની પ્રતિષ્ઠાને પાયાવિહોણા તથા અસત્ય આરોપો દ્વારા વારંવાર કલંકિત કરી રહ્યા છે.

RAhul-gandhi

ખુલ્લા પત્રમાં જણાવાયું છે કે ભારતની લોકશાહીને આજે કોઈ બાહ્ય હુમલાથી નહીં, પરંતુ “ઝેરી રાજકીય વાણીકતા”થી સૌથી મોટો ખતરો છે. પત્ર અનુસાર, વિપક્ષે ચૂંટણી પંચ સામે “પુરાવા” હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોઈ ઔપચારિક ફરિયાદ, સોગંદનામું કે માન્ય દસ્તાવેજો રજૂ કર્યા નથી. આથી સ્પષ્ટ થાય છે કે આવા આરોપો માત્ર રાજકીય ફાયદા માટેની કાવતરુ છે, તાર્કિક અથવા તથ્યઆધારિત નથી.

રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ

પત્રમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ છે. તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ કરતા કહ્યું હતું કે તેમના તારણો “એટમ બોમ્બ” જેવાં છે. પત્ર પર સહી કરનારાઓએ જણાવ્યું છે કે આવા નિવેદનો ચૂંટણી પંચના અધિકારીઓને ડરાવવાનો અને દબાણમાં લેવા નો પ્રયાસ જણાય છે, જે લોકશાહીમાં અશોભનિય છે.

RAHUL-GANDHI-

બોગસ મતદારોને દૂર કરવામાં આવ્યા

નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચે SIR પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરી છે. કોર્ટની દેખરેખ હેઠળ જાચકાર્ય થયું, બોગસ મતદારોને દૂર કરવામાં આવ્યા અને પાત્ર નવા મતદારોને ઉમેરવામાં આવ્યા. આવી પ્રક્રિયામાં કોઈ પક્ષપાત અથવા રાજકીય પ્રભાવ હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેથી, ચૂંટણી પંચને “ભાજપની બી-ટીમ” કહેવું એ “રાજકીય હતાશા”નો પ્રગટાવ છે, હકીકતોનો આધાર નહીં.

“ખલનાયક”

પત્રમાં આ પણ જણાવાયું છે કે જ્યારે રાજ્યોમાં વિપક્ષને અનુકૂળ પરિણામો મળે છે ત્યારે ચૂંટણી પંચની કોઈ ટીકા કરવામાં આવતી નથી. પરંતુ જ્યારે પરિણામો તેમની અપેક્ષા વિરુદ્ધ આવે છે ત્યારે પંચને તરત “ખલનાયક” બનાવી દેવામાં આવે છે. સહી કરનારાઓના મતે, આ પસંદગીયુક્ત આક્રોશ રાજકીય તકવાદ અને બેદરકારી દર્શાવે છે.

vtv app promotion

ખુલ્લા પત્રમાં એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે કે નકલી મતદારો અને બિન-નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવું લોકશાહી માટે અનિવાર્ય છે. અમેરિકા, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં પણ નાગરિકતા આધારિત મતદાનને લોકશાહીની મજબૂત પાયાની ગણના કરવામાં આવે છે. ભારતે પણ પોતાની મતદાર યાદીઓની શુદ્ધતા સમાન કડકતા અને જવાબદારીથી જાળવી રાખવી જોઈએ.

આ પણ વાંચો : ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા નીતિશ કુમાર, આવતીકાલે 11.30 વાગ્યે ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ

પત્રના અંતે સહી કરનારાઓએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે તે પોતાની પારદર્શિતા જાળવી રાખે અને જરૂર પડે ત્યારે કાનૂની માર્ગોથી પોતાની વિશ્વસનીયતાનો બચાવ કરે. સાથે સાથે, રાજકીય પક્ષોને વિનંતી કરવામાં આવી છે કે તે પાયાવિહોણા આરોપોની જગ્યાએ નીતિગત વિચારવિમર્શ રજૂ કરે અને લોકશાહી દ્વારા મળેલા નિર્ણયો સ્વીકારવાની પરિપક્વતા દાખવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Opposition Open Letter Election Commission

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ