બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:48 AM, 7 September 2025
દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે, જેના કારણે રાજધાનીના લોકો માટે થોડી રાહતની આશા ઉભી થઈ છે. રવિવારે સવારે 7 વાગ્યા સુધી યમુનાનું પાણીનું સ્તર 205.59 મીટર નોંધાયું હતું, જે હજુ પણ ખતરો કહી શક્યા છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકો માટે પરિસ્થિતિ હજી પણ ગંભીર છે.
ADVERTISEMENT

મયુર વિહારમાં યમુનાકિનારે રહેતા લોકોને સ્થળાંતર કરીને ખાસ રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે. પરંતુ અહીંયાં પરિસ્થિતિ એટલી વિકટ છે કે પાણી રાહત શિબિરો સુધી પહોંચી ગયું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મઠ વિસ્તારમાં તો હાલત વધુ ગંભીર છે, જ્યાં લોકોને બચાવવા હોડીઓનો સહારો લેવાઈ રહ્યો છે. ઘાટથી લઈને રહેણાંક વિસ્તારો સુધી પાણી ભરાઈ જવાથી સામાન્ય જીવન પર ભારે અસર પડી છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: River Yamuna continues to flow above danger level, parts of the city continue to face a flood-like situation. Visuals from the Mayur Vihar area
— ANI (@ANI) September 7, 2025
(Drone visuals shot at 7:15 am) pic.twitter.com/KSrgmgV3TY
ADVERTISEMENT
હાથિની કુંડ બેરેજમાંથી 51,857 ક્યુસેક, વઝીરાબાદ બેરેજમાંથી 73,280 ક્યુસેક અને ઓખલા બેરેજમાંથી 1,48,868 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવામાં ઘટાડો થવાને કારણે પાણીનું સ્તર ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે. આ કારણે પૂરના ખતરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ હજી સુધી સંકટ સંપૂર્ણપણે ટળ્યું નથી.
#WATCH | Delhi | Drone visuals from Loha Pul, where the Yamuna River is flowing above the danger level following incessant rainfall.
— ANI (@ANI) September 7, 2025
Anticipating the possible flood situation, people residing in the low-lying areas have been shifted to safer locations as a preventive measure.… pic.twitter.com/LAj7M4e5vJ
ADVERTISEMENT
પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની પ્રક્રિયા સતત ચાલુ છે. વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરીમાં તેજી લાવવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા તથા કોઈપણ અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સાસરે આવ્યો થનારો જમાઈ, સેક્સની ના પાડી તો સગીર મંગેતર સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી
નિષ્ણાતો કહે છે કે જો પાણીનું સ્તર આવી જ રીતે ઘટતું રહેશે તો આગામી થોડા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે. તેમ છતાં હાલનું પાણીનું સ્તર હજી એટલું ઓછું થયું નથી કે પૂરના ખતરા પરથી લોકો સંપૂર્ણપણે મુક્ત થઈ શકે. હાલ દિલ્હીના લોકો પૂરનાં સંકટ વચ્ચે આશા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં યમુના ભયના સ્તરથી નીચે વહેવા લાગશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.