ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 6 ડિસેમ્બરે ભયાનક હુમલાની તૈયારી, પરંતુ 10 નવેમ્બરે જ વિસ્ફોટ, આતંકીઓનો પ્લાન શું હતો?

National / 6 ડિસેમ્બરે ભયાનક હુમલાની તૈયારી, પરંતુ 10 નવેમ્બરે જ વિસ્ફોટ, આતંકીઓનો પ્લાન શું હતો?

Published By: Nidhi Panchal

Last Updated: 09:47 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં હવે ખુલ્યું છે કે આ હુમલો માત્ર શરૂઆત હતી — કારણ કે આતંકી ડૉ. ઉમર નબી તો ડિસેમ્બરમાં દિલ્હીને ધ્રુજાવી નાખે એવો મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો.

ADVERTISEMENT

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા તાર ખૂલતા જાય છે. તાજેતરમાં થયેલા ખુલાસા મુજબ, શંકાસ્પદ આતંકવાદી ડૉ. ઉમર નબી 6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠના દિવસે એક વિશાળ આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેનું લક્ષ્ય દિલ્હીને હચમચાવીને આખા દેશમાં ભય ફેલાવવાનો હતો.

delhi-blast-vtv

ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન આ ભયાનક કાવતરાનો ખુલાસો થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બધા લોકો કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા “વ્હાઇટ કોલર” આતંકવાદી મોડ્યુલનો ભાગ હતા. આ મોડ્યુલ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે.

વિસ્ફોટમાં ઉમર નબી સહિત 12 લોકોનાં મોત

કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાસી 28 વર્ષીય ડૉ. ઉમર નબી 10 નવેમ્બરના રોજ વિસ્ફોટકોથી ભરેલી i20 કાર ચલાવી રહ્યો હતો. લાલ કિલ્લા નજીક થયેલા આ વિસ્ફોટમાં ઉમર નબી સહિત 12 લોકોનાં મોત થયા. તપાસમાં ખુલ્યું કે ઉમર આ આતંકી કાવતરાનો મુખ્ય માગજ હતો અને તેણે VBIED (વાહન-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બનાવવાની યોજના ઘડી હતી.

Promo New Parul

સમય પહેલા વિસ્ફોટ

આ કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના શિક્ષક ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ (ઉર્ફે મુસૈબ)ની ધરપકડ થઈ. તેમના રૂમમાંથી 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું. પોલીસે આ જપ્તીની માહિતી જાહેર કરતાં જ ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ સમય પહેલાં જ થયો.

Delhi-Blast-01

ઉમર નબી કોણ હતું ?

તપાસમાં જાણવા મળ્યું કે ઉમર નબીનો શૈક્ષણિક રેકોર્ડ ખૂબ ઉત્તમ હતો, પરંતુ એકાંતમાં રહેવાની ટેવ અને ધાર્મિક યાત્રા પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો. વર્ષ 2021માં તે ડૉ. ગનાઈ સાથે તુર્કી ગયો હતો, જ્યાં તેઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યોને મળ્યા. પાછા ફર્યા પછી બંને આતંકવાદના માર્ગે આગળ વધ્યા અને યુનિવર્સિટીમાં જ વિસ્ફોટકો એકઠા કરવા લાગ્યા.

હુમાલાની કેવી રીતે કરી તૈયારી ?

તેમણે એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા પદાર્થો ભેગા કરીને VBIED બનાવવા માટે ઇન્ટરનેટ પરથી ટ્યુટોરિયલ્સ જોયા. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં હુમલાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ ફરીદાબાદ પોલીસને 2,900 કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવતા આખું મોડ્યુલ એક્સપોઝ થઈ ગયું. ઉમર નબી ભયભીત થઈ ગયો અને મસ્જિદમાં છુપાઈ ગયો. થોડા કલાકો પછી તે તેની કારમાં નીકળ્યો અને લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કર્યો.

vtv app promotion

VBIED સંપૂર્ણપણે એસેમ્બલ થયું ન હતું

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે VBIED સંપૂર્ણપણે એસેમ્બલ થયું ન હતું, તેથી વધુ નુકસાન થતા અટકી ગયું હતું. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા 7 લોકો કાશ્મીરના છે, જેમા આરીફ નિસાર ડાર, યાસીર-ઉલ-અશરફ, મક્સૂદ અહેમદ ડાર, મૌલવી ઇરફાન અહેમદ, ઝમીર અહેમદ અહંગર, ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ અને ડૉ. અદીલનો સમાવેશ થાય છે. લખનૌના ડૉ. શાહીન સઈદની પણ ધરપકડ થઈ છે.

આ પણ વાંચો : VIDEO: આવું કોણ કરે? ચાલતી ટ્રેનમાં શખ્સે કર્યું એવું કામ કે વીડિયો વાયરલ

પોલીસના જણાવ્યા અનુસાર, ઉમર નબી 26 ઓક્ટોબરે કાશ્મીર ગયો હતો અને પોતાના મિત્રો-સંબંધીઓને કહ્યું હતું કે તે ત્રણ મહિના સુધી ઉપલબ્ધ નહીં રહે. આ બતાવે છે કે વિસ્ફોટ બાદ તે ભૂગર્ભમાં જવાનો પ્લાન બનાવી ચૂક્યો હતો. આ આખી ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ચેતવી દીધી છે અને દિલ્હીમાં સુરક્ષા વધારાઈ છે. તપાસ એજન્સીઓ હવે અન્ય રાજ્યોમાં પણ આ આતંકી નેટવર્કના તાર શોધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi blast Faridabad module Omar Nabi

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ