બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે દિલ્હીમાં બની ભયાનક દુર્ઘટના, બે મહિલા સહિત 5ના મોત, મૃત્યુઆંક વધી શકે

દુખદ / હવે દિલ્હીમાં બની ભયાનક દુર્ઘટના, બે મહિલા સહિત 5ના મોત, મૃત્યુઆંક વધી શકે

Jay Bhatt

Last Updated: 07:30 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં એક પછી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. પહેલા ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું જેના પછી હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી આફત સર્જાઈ હતી. ત્યારબાદ ગઈકાલે (14 ઓગસ્ટ) કિશ્તવાડમાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે હવે દિલ્હીમાં હચમચાવતી ઘટના બની છે.

National: દેશભરમાં આજે 79માં સ્વતંત્રતા પર્વ ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાજધાનીમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે. આ ઉપરાંત કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની પણ માહિતી સામે આવી છે. ગંભીર દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ, વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ છે.

ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે

આ દુર્ઘટના દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં હુમાયુના મકબરા (humayun's tomb) પાસે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે, અને રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10થી 12 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે મૃતકોમાં ત્રણ મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા છે. ફાયર વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, 'દરગાહ શરીફ પટ્ટે શાહના હુજરાની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કાટમાળ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.

દુર્ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો

આજે શુક્રવાર હોવાથી મોટી સંખ્યામાં નમાજ માટે દરગાહે આવ્યા હતા. જો કે અચાનક થયેલી દુર્ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. વરસાદને કારણે લોકો અંદર નમાજ પઢી રહ્યા હતા, ત્યારે છત ધરાશાયી થઈ હતી. છતની હાલત અતિ જર્જરિત હતી. બચાવેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા મુજબ, દુર્ઘટના સમયે 20 કરતા પણ વધારે લોકો હાજર હતા. NDRF ટીમે અત્યાર સુધીમાં ઘણા લોકોને બચાવી લીધા છે.

vtv app promotion

વધુ વાંચો : આખરે ખબર પડી ગઈ જગદીપ ધનખડ ક્યાં છે, સામે આવી ચોંકાવનારી અપડેટ

મૃત્યુઆંક વધવાની શક્યતા

આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 7થી પણ વધારે લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમને બપોરે લગભગ 5 વાગ્યાની આસપાસ ઘટનાની માહિતી મળી હતી, ત્યારબાદ તાત્કાલિક 5 ફાયરની ગાડીને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nizamuddin Darga humayun tomb news humayun tomb collapse
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ