બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:03 AM, 12 November 2025
Delhi Blast : દિલ્હીમાં થયેલા વિસ્ફોટોની તપાસ હવે વધુ તેજ બની રહી છે. હવે એક બાદ એક નવા અને ચોંકાવનારા સમાચાર અને અપડેટ સામે આવી રહી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. અહેવાલો અનુસાર હરિયાણાના ફરીદાબાદમાં બે અલગ-અલગ સ્થળોથી લગભગ 2900 કિલો વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે મુખ્ય આરોપી ડૉ.મુઝમ્મિલ શકીલની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે કે, તેણે 26 જાન્યુઆરી અને દિવાળીના રોજ લાલ કિલ્લા પર બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી.
ADVERTISEMENT
મીડિયા અહેવાલો પ્રમાણે તપાસ એજન્સીની માહિતી મુજબ ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમરએ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં લાલ કિલ્લાની રેકી (સર્વેક્ષણ) પણ કરી હતી. ડૉ. ઉમર એ જ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે જેણે i20 કારમાં વિસ્ફોટકો ભરેલી વાહન લઈને લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કર્યો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

ADVERTISEMENT
અહેવાલો પ્રમાણે તપાસ દરમિયાન ડૉ. મુઝમ્મિલના મોબાઇલ ફોનમાંથી મળેલા ડેટા ડમ્પ અને ચેટ રેકોર્ડમાં એ પણ બહાર આવ્યું છે કે, તે અને તેની ટીમે ખાસ કરીને રાષ્ટ્રીય દિવસ (26 જાન્યુઆરી) અને દિવાળી જેવા ઉત્સવોને નિશાન બનાવવા માટે પ્લાન બનાવ્યો હતો. આ દિવસોમાં ભીડ વધુ હોવાને કારણે જાનહાનિ વધારવાનો ઇરાદો હતો.
આ પણ વાંચો : બિહાર ચૂંટણી પૂરી થતાં જ કોંગ્રેસને મોટો ઝટકો, મોટા નેતાએ અચાનક આપી દીધું રાજીનામું
ADVERTISEMENT
એજન્સી સૂત્રોના જણાવ્યા મુજબ લાલ કિલ્લા જેવા પ્રતિકાત્મક સ્થળને ટાર્ગેટ કરવાથી દેશભરમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હાલ NIA ડૉ. મુઝમ્મિલ, ડૉ. ઉમર અને તેમના અન્ય સાથીદારોથી નેટવર્ક, ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય કડી અંગે પૂછપરછ કરી રહી છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે, આ કેસ માત્ર સ્થાનિક નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોથી જોડાયેલો હોઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને તપાસનો વ્યાપ વધુ વિસ્તરાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.