બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:50 AM, 12 November 2025
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ડૉ. શકીલ અહેમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. ડૉ. અહેમદે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. પત્રમાં તેમણે પારિવારિક કારણો અને પાર્ટીના કેટલાક નેતાઓ સાથેના મતભેદોને કારણ તરીકે ઉલ્લેખ કર્યા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ અન્ય રાજકીય પાર્ટીમાં જોડાઈ રહ્યા નથી.
ADVERTISEMENT
રાજીનામાની પાછળના કારણો
પત્રમાં ડૉ. અહેમદે લખ્યું કે, 16 એપ્રિલ, 2023ના મારા પત્રમાં મેં પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે, હું હવે ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી લડીશ નહીં. મારા ત્રણેય પુત્રો કેનેડામાં રહે છે અને તેમને રાજકારણમાં જોડાવામાં કોઈ રસ નથી, તેથી તેઓ પણ ચૂંટણી લડશે નહીં.
ADVERTISEMENT
તેમણે વધુમાં ઉમેર્યું કે, મારા પૂર્વજોની જેમ, મને પણ કોંગ્રેસ પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતોમાં અતૂટ વિશ્વાસ છે. હું જીવનભર કોંગ્રેસના સિદ્ધાંતોનો સમર્થક રહીશ અને મારો છેલ્લો મત પણ કોંગ્રેસ માટે જ રહેશે.
Senior Congress leader Shakeel Ahmad resigns from the party's primary membership.
— ANI (@ANI) November 11, 2025
Shakeel Ahmed was a former Minister of State for Home Affairs in the UPA government. He has sent his resignation to Congress President Mallikarjun Kharge. pic.twitter.com/055zCnD1tj
ADVERTISEMENT
પરિવારની રાજકીય વારસાગાથા
ડૉ. શકીલ અહેમદે પોતાના પત્રમાં તેમના પરિવારના રાજકીય વારસાની ચર્ચા પણ કરી. તેમણે જણાવ્યું કે, તેમના દાદા અહેમદ ગફુર 1937માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેમના પિતા શકુર અહેમદ 1952થી 1977 દરમિયાન કોંગ્રેસની ટિકિટ પર પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા. ડૉ. અહેમદે જણાવ્યું કે સ્વાસ્થ્યના કારણોસર તેઓ આ વખતે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શક્યા નહોતા, પરંતુ તેમને આશા છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં વધુ બેઠકો જીતશે અને ગઠબંધન મજબૂત સરકાર બનાવશે.
ADVERTISEMENT

આ પણ વાંચો : RJD, JDU કે BJP? બિહારમાં કોણ મારશે બાજી? ફલોડી સટ્ટામાં કોનો કેટલો ભાવ?
ADVERTISEMENT
મતદાન પછી રાજીનામું આપવાનો નિર્ણય
ડૉ. શકીલ અહેમદે સ્પષ્ટ કર્યું કે તેઓએ રાજીનામું અગાઉથી નક્કી કરી લીધું હતું, પરંતુ બિહાર ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય પછી જ તેને જાહેર કર્યું. તેમના શબ્દોમાં કહીએ તો “હું નહોતો ઈચ્છતો કે મારા રાજીનામાના કારણે મતદાન પહેલાં પાર્ટીને કોઈ નુકસાન થાય કે ખોટો સંદેશ જાય. તેથી મતદાન પૂરું થયા બાદ જ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.”
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.