બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 AM, 12 November 2025
Bihar Exit Poll 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે હવે સૌની નજર 14 નવેમ્બરે આવનારા પરિણામો પર ટકેલી છે. મોટાભાગના એક્ઝિટ પોલ જ્યાં NDA (ભાજપ+JDU)ને સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે ત્યાં રાજસ્થાનના પ્રખ્યાત ફલોદી સટ્ટા બજારના આંકડાઓ એક અલગ જ કહાની કહી રહ્યા છે. સટ્ટા બજારના દરો મુજબ બિહારમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર થવાની પૂરી શક્યતા છે. આશ્ચર્યજનક રીતે આ બજાર માને છે કે, તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) સૌથી મોટો પક્ષ બની શકે છે.
ADVERTISEMENT
ફલોદી સટ્ટા બજારના તાજા દરો પ્રમાણે :
ADVERTISEMENT
આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, કોઈ પણ પક્ષ માટે રસ્તો સરળ નથી. પરંતુ સૌથી મોટો ચમત્કાર એ છે કે RJD લગભગ 75 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બની શકે છે, જ્યારે ભાજપ બીજા અને નીતિશ કુમારની જેડીયુ ત્રીજા સ્થાને રહી શકે છે.
ADVERTISEMENT
કોઈની ચમક, કોઈની ચિંતા
ફલોદી બજારના અનુમાન મુજબ
ADVERTISEMENT
ફલોદીના સટ્ટાબાજોનું માનવું છે કે, કોંગ્રેસ મહાગઠબંધનમાં નબળી કડી સાબિત થઈ શકે છે જ્યારે તેજસ્વી યાદવનો યુવા ફેક્ટર ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસરકારક રહ્યો છે.
ADVERTISEMENT

મુખ્યમંત્રીની રેસ: નીતિશ સામે તેજસ્વી
ADVERTISEMENT
ફલોદી સટ્ટા બજાર માત્ર બેઠકો જ નહીં, પરંતુ CM રેસ અંગે પણ રસપ્રદ અનુમાન આપી રહ્યું છે. જો NDA બહુમતી મેળવે, તો નીતિશ કુમારના ફરી CM બનવાની શક્યતા માત્ર 60% ગણાઈ રહી છે. અંદાજે 25% સંભાવના એવી પણ છે કે ભાજપ પોતાનો ચહેરો આગળ ધપાવી શકે. જો મહાગઠબંધન જીતે તો તેજસ્વી યાદવના મુખ્યમંત્રી બનવાની શક્યતા 97% સુધી પહોંચી છે-એટલે કે લગભગ નિશ્ચિત. આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, નીતિશ કુમાર સામે આ વખતે પડકાર વધુ કઠણ છે, જ્યારે તેજસ્વી યાદવ માટે રાજકીય તકોના દ્વાર ખુલ્લા દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને શીત લહેર! તાપમાનમાં ઘટાડો, ઠંડી શરૂ
ફલોદી બજારની વિશ્વસનીયતા અને કાયદાકીય સ્થિતિ
ફલોદી (રાજસ્થાન)નું સટ્ટા બજાર વર્ષોથી ચૂંટણી અને રમતગમતના પરિણામો અંગેની સચોટ આગાહીઓ માટે ચર્ચામાં રહેતું આવ્યું છે. જોકે ભારતમાં સટ્ટાબાજી કાયદેસર નથી છતાં આ બજાર ગુપ્ત રીતે કાર્યરત રહે છે અને ચૂંટણીના પરિણામો અંગેના દરો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે. ભૂતકાળમાં પણ ફલોદી બજારે અનેક વાર એક્ઝિટ પોલથી અલગ અને વધુ સચોટ અનુમાન આપ્યાં છે. હવે જોવાનું એ રહેશે કે બિહારમાં આ વખતે ફલોદી બજારની આગાહી ઇતિહાસ રચશે કે એક્ઝિટ પોલ સાચા ઠરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.