ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બિહારમાં પ્રચંડ જીત બાદ નવા મુખ્યમંત્રી કોણ બનશે? ચિરાગ પાસવાને આપ્યું આ નામ

રાજકારણ / બિહારમાં પ્રચંડ જીત બાદ નવા મુખ્યમંત્રી કોણ બનશે? ચિરાગ પાસવાને આપ્યું આ નામ

Last Updated: 06:42 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં એનડીએને મળેલી પ્રચંડ જીત પછી ચિરાગ પાસવાને નીતિશ કુમાર સાથે મુલાકાત કરી અને તેમને જીત બદલ અભિનંદન આપ્યા. ચિરાગે ચૂંટણીને બિહારની પ્રજાની જીત ગણાવી અને કહ્યું કે નવી સરકાર યુવા, મહિલા અને વિકાસ કેન્દ્રિત નીતિઓ પર કામ કરશે.

ADVERTISEMENT

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં એક નવો જુસ્સો અને નવી દિશા દાખવી છે. એનડીએ ગઠબંધનને પ્રાપ્ત થયેલી ઐતિહાસિક જીત બાદ આખા રાજ્યમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર રચવાની ચર્ચાઓ અને રાજકીય મુલાકાતોની લગાતાર પ્રક્રિયા ચાલે છે. આ જ સંદર્ભમાં એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારમાં મંત્રી ચિરાગ પાસવાને આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ભેટ કરી. બંને નેતાઓ વચ્ચે જીતની ખુશી સાથે ગૌરવ અને વિશ્વાસનો સંદેશ પણ જોવા મળ્યો.

ચિરાગ પાસવાન જયારે મુખ્યમંત્રી નિવાસ ખાતે પહોંચ્યા ત્યારે નીતિશ કુમારે તેમને આત્મીય રીતે આવકાર્યા અને બંને વચ્ચે સ્નેહપૂર્ણ મુલાકાત થઈ. મીડિયામાં પ્રકાશિત તસવીરોમાં બંને નેતાઓના ચહેરા પર પ્રસન્નતા સ્પષ્ટ જણાઈ રહી હતી. નીતિશ કુમારે લોકસભા તેમજ વિધાનસભા બંનેમાં એનડીએને મળેલી પ્રચંડ સફળતાને લોકોના આશીર્વાદ અને તેમની સમજદાર પસંદગી ગણાવી.

આ ચૂંટણીમાં જેડીયૂએ 85 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે ચિરાગ પાસવાનની એલજેપીએ 19 સીટો જીતી છે. બીજી તરફ ભાજપે 89 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે બિહારમાં લોકો સમયસર યોગ્ય નિર્ણય લે છે અને આ જીત માત્ર રાજકીય પાર્ટીઓની નથી, પણ રાજ્યના નાગરિકોની રાજકીય સમજણ અને વિચારશક્તિની છે. તેમણે કહ્યું કે લોક જનશક્તિ પાર્ટીએ જે વિશ્વાસ સાથે ચૂંટણીમાં ભાગ લીધો હતો તેને જનતાએ પૂર્ણ માન્યતા આપી છે.

nitish-kumar-and-modi

ચિરાગ પાસવાને વધુમાં જણાવ્યું કે એનડીએની નવી સરકાર બિહારના વિકાસ, સુશાસન અને ખાસ કરીને યુવાનો અને મહિલાઓ માટે કેન્દ્રિત નીતિઓ પર ઝડપી ગતિએ કામ કરશે. તેમણે પોતાની પાર્ટીની ભૂમિકા વિશે કહ્યું કે હવે તેઓ માત્ર તકોની રાજનીતિ નહીં કરે, પરંતુ સેવા, પારદર્શિતા અને ક્ષમતા પર આધારિત રાજકીય કાર્ય કરશે. રાજ્યમાં પાછળ પડેલા વર્ગો માટે વધુ કાર્ય કરવાની દિશામાં પણ તેઓએ પ્રતિબદ્ધતા દર્શાવી.

મુખ્યાંમંત્રી કોણ બનશે ? આ મોટા પ્રશ્ન પર ચિરાગ પાસવાને સ્પષ્ટ રીતે કહ્યું કે, હું ઈચ્છું છું કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બને. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે પહેલેથી જ કહ્યું છે કે સીએમનો નિર્ણય વિધાનસભા દળ કરશે અને તેમની વ્યક્તિગત ઈચ્છા છે કે નીતિશ કુમાર ફરી સીએમ પદ સંભાળે. 2020ની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં ચિરાગે કહ્યું કે ત્યારે જેડીયૂ અને એલજેપિ વચ્ચે મતભેદો અનેક ભ્રમો ફેલાયા હતા, પરંતુ આ વખતે ગઠબંધન એકસાથે મજબૂત રીતે ઉભું છે.

આ પણ વાંચોઃ દીકરાને બીજા બેડરૂમમાં સૂવાનું કહ્યું... જ્યારે તેણે ના પાડી, ત્યારે માતા અને બોયફ્રેન્ડે તેને માર માર્યો

બીજી તરફ હિન્દુસ્તાની અવામ મોરચાના નેતા જીતનરામ માંઝીના પુત્ર સંતોષ સુમને પણ મુખ્યમંત્રી નિવાસ ખાતે જઈને નીતિશ કુમારને જીતની શુભેચ્છા આપી. તેમની પાર્ટીએ પણ 6માંથી 5 બેઠકો પર જીત મેળવી અને ગઠબંધનની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો. બિહારની આ ઐતિહાસિક જીત રાજ્યની રાજનીતિને નવી દિશામાં લઈ જશે, અને એનડીએ ગઠબંધન આગામી દિવસોમાં કેવી રીતે વિકાસ એજન્ડા અમલમાં મૂકે છે, તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BiharElection NDAVictory ChiragPaswan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ