ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દીકરાને બીજા બેડરૂમમાં સૂવાનું કહ્યું... જ્યારે તેણે ના પાડી, ત્યારે માતા અને બોયફ્રેન્ડે તેને માર માર્યો

ઘટના / દીકરાને બીજા બેડરૂમમાં સૂવાનું કહ્યું... જ્યારે તેણે ના પાડી, ત્યારે માતા અને બોયફ્રેન્ડે તેને માર માર્યો

Published By: Priykant Shrimali

Last Updated: 02:59 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kerala Crime : દીકરાએ અલગ રૂમમાં સૂવાનું નકાર્યું, માતા અને બોયફ્રેન્ડે કર્યો નિર્દયતાથી હુમલો, જાણો એવું તે શું બન્યું ?

ADVERTISEMENT

Kerala Crime : કેરળના કોચીમાં એક ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. ફક્ત 12 વર્ષની ઉંમરના એક બાળક પર તેની જ માતા અને તેના બોયફ્રેન્ડે અત્યંત ક્રૂરતા દાખવી હોવાનો આરોપ છે. કારણ એટલું જ બાળકે પોતાની માતાથી દૂર બીજા રૂમમાં સૂવાનું નકાર્યું.

શું છે સમગ્ર ઘટના ?

રિપોર્ટ અનુસાર કોચીના કાલૂર વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં 37 વર્ષની મહિલા પોતાના 12 વર્ષના પુત્ર સાથે રહેતી હતી. પતિથી અલગ થયા બાદ તે ત્યાં નોકરી કરતી હતી. થોડા મહિનાઓ પહેલાં સિદ્ધાર્થ રાજીવ નામનો 24 વર્ષીય યુટ્યુબર તેની જીંદગીમાં આવ્યો અને ધીમે ધીમે બંને સાથે રહેવા લાગ્યા. પોલીસે જણાવ્યું કે, ગુરુવારે રાત્રે બંનેએ બાળકને અલગ રૂમમાં સૂવા કહ્યું પરંતુ બાળક હંમેશા પોતાની માતા સાથે જ સૂતો હોવાથી તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ વાતથી બંને ગુસ્સે થઈ ગયા.

બાળક પર અત્યાચાર

આરોપ મુજબ બાળકના ઇનકાર કરતા જ સિદ્ધાર્થ રાજીવએ તેને ધક્કા મારી મારપીટ શરૂ કરી. બાળકના જણાવ્યા અનુસાર તેની માતાએ પણ છાતી અને શરીરના અનેક ભાગ પર નખ મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તરફ બાળક જોરથી ચીસો પાડતો હતો અને તાત્કાલિક તેના પિતાને ઘટનાની જાણ કરી.

આ પણ વાંચો : ચૂંટણી જીત્યાના કેટલા દિવસમાં શપથ વિધિ જરૂરી? જાણો સમય સીમાથી લઇને સંપૂર્ણ પ્રોસેસ

પિતાની દોડધામ અને પોલીસ કાર્યવાહી

માહિતી મળતા જ તેના પિતા ઘટનાસ્થળે દોડી ગયા અને બાળકને નજીકની હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ અધિકારીઓએ બાળકના શરીર પરના ઘા અને ખંજવાળ જોઈ તરત જ પોલીસને જાણ કરી. એલામક્કારા પોલીસ ટીમ હોસ્પિટલમાં પહોંચી અને બાળકનું નિવેદન લીધું. તપાસ બાદ પોલીસે બાળકની માતા અને સિદ્ધાર્થ રાજીવ બન્ને સામે કેસ દાખલ કરીને તેમને ધરપકડ કરી. શનિવારે કોર્ટમાં રજૂ કર્યા પછી બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mother beats son Kochi Kerala

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ