બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO: 31 તોલા સોનું અને 1 કરોડ 56 લાખ રોકડ, રાજસ્થાનમાં ભાણાના લગ્નમાં મામાનું રજવાડી મામેરું
Last Updated: 09:51 PM, 4 November 2025
ભારતમાં ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. ક્યાંક તેને “ભાત” કહેવામાં આવે છે, તો ક્યાંક “માયરા” તરીકે ઓળખાય છે. રાજસ્થાનમાં ખાસ કરીને “માયરા” વિધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રસંગે ભાઈ પોતાની બહેન અને તેના પરિવારને સન્માનરૂપે ભેટો અને આશીર્વાદ આપે છે. પરંતુ આ વખતે રાજસ્થાનના બિકાનેરના નોખા ગામમાં જે મામેરું થયું, તે ચર્ચાનો વિષય બની ગયું છે.
ADVERTISEMENT

પ્રસંગ હતો ગિરધારી અને જગદીશ ગોદારાના બાળકોના લગ્નનો. આ પ્રસંગે સેનિયાલા ગામના બે મામા – ભંવર લેઘા અને જગદીશ લેઘાએ તેમની બહેન મીરાના ભાણાના લગ્નમાં મામેરું એટલું શાહી રીતે ભર્યું કે દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા. 1 નવેમ્બરની સાંજે યોજાયેલા આ મામેરા સમારોહમાં આરએલપી સુપ્રીમો અને નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
બે મામાએ સંયુક્ત રીતે 1 કરોડ 56 લાખ રૂપિયા રોકડા તરીકે આપ્યા હતા! નોટોના બંડલોથી ભરેલી થાળીઓ જોઈને મહેમાનો આશ્ચર્યમાં પડી ગયા. થોડા સમયમાં આ સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા. લોકો કહેવા લાગ્યા કે આટલું મોટું મામેરું ફક્ત ભાગ્યશાળી ભાણાને જ મળે.
31 તોલા સોનું અને 1 કરોડ 56 લાખ રોકડ, રાજસ્થાનમાં ભાણાના લગ્નમાં મામાનું રજવાડી મામેરું pic.twitter.com/LKAOTvZoJG
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) November 4, 2025
ADVERTISEMENT
માત્ર રોકડ રકમ જ નહીં, મામાઓએ સવા કિલો ચાંદી અને 31 તોલા સોનું પણ આપ્યું હતું, જેની કિંમત અંદાજે 45 લાખ રૂપિયા જેટલી થાય છે. બંને ભાઈઓ JP કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે અને આ તેમનો પરિવારનો પહેલો મામેરો હતો. તેઓએ જણાવ્યું કે, “આ ફક્ત દેખાડો નહોતો, પરંતુ અમારી બહેન અને તેના પરિવાર પ્રત્યેના પ્રેમ અને માનનો પ્રતિક હતો.”
ADVERTISEMENT
આ શાહી મામેરાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. દરેક જગ્યાએ લોકો આ મામેરાની ચર્ચા કરી રહ્યા છે. ગામથી લઈને શહેર સુધી લોકો આ અનોખી ઉદારતા અને પરિવાર પ્રત્યેના પ્રેમને વખાણી રહ્યા છે. લોકો કહે છે કે આવા મામા દરેકને મળે – જે માત્ર પૈસા જ નહીં, પરંતુ પરંપરા, પ્રેમ અને સંબંધોની મજબૂતાઈનું પ્રતિક બને. બિકાનેરનો આ પ્રસંગ ફક્ત રાજસ્થાનની જ નહીં, પરંતુ સમગ્ર ભારતની સંસ્કૃતિ અને કુટુંબ પ્રત્યેના ભાવનાત્મક જોડાણનું અનોખું ઉદાહરણ બની ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.