ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મેં તારા માટે મારી પત્નીને મારી નાખી..', ડોક્ટરે 3-4 મહિલાને કર્યા મેસેજ, મર્ડરની કહાની ખૌફનાક

ચોંકાવનારું / 'મેં તારા માટે મારી પત્નીને મારી નાખી..', ડોક્ટરે 3-4 મહિલાને કર્યા મેસેજ, મર્ડરની કહાની ખૌફનાક

Published By: Nidhi Panchal

Last Updated: 09:40 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુના જાણીતા ડૉક્ટર દ્વારા પોતાની જ પત્નીની હત્યા કર્યાનો ચોંકાવનારો કેસ હવે વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે. હવે પોલીસ તપાસમાં એવા ખુલાસા થયા છે જે કોઈને પણ હચમચાવી દે — કારણ કે હત્યા પછી ડૉક્ટરે ચારથી પાંચ મહિલાઓને એવું સંદેશ મોકલ્યું જે કોઈએ વિચાર્યું પણ ન હોય!

ADVERTISEMENT

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવેલ વિક્ટોરિયા હોસ્પિટલના સર્જન ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ પોતાની ડૉક્ટર પત્ની કૃતિકાની એનેસ્થેશિયાનો ઓવરડોઝ આપીને હત્યા કરી હતી. આ ઘટના 24 એપ્રિલે બની હતી, પરંતુ હવે પોલીસ તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જાણકારી અનુસાર, પત્નીની હત્યા કર્યા પછીના થોડા અઠવાડિયામાં ડૉ. મહેન્દ્રએ ચારથી પાંચ અલગ અલગ મહિલાઓને સંદેશા મોકલ્યા હતા. આ સંદેશાઓમાં તેણે લખ્યું હતું કે – “મેં મારી પત્નીને તમને મેળવવા માટે મારી નાખી છે.”

benglor

આ ચોંકાવનારા સંદેશા ફોનપે એપ્લિકેશન મારફતે મોકલવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે આ સંદેશાઓમાં એક તબીબી ક્ષેત્રની મહિલા પણ સામેલ હતી, જેણે તેની વિનંતીઓને નકારી કાઢી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાએ મહેન્દ્રને વોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ્સ પર બ્લોક કરી દીધો હતો, ત્યારબાદ તેણે ફોનપે મારફતે આ સંદેશ મોકલ્યો.

Crime-simple

પોલીસનું નિવેદન

પોલીસ અધિકારી દ્વારા તપાસ બાદ ખાતરી આપી છે કે સંદેશા ખરેખર ફોનપે દ્વારા મોકલવામાં આવ્યા હતા. હાલ પોલીસએ મહેન્દ્રનો મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરીને FSL (ફોરેન્સિક સાયન્સ લેબ)માં મોકલ્યા છે. આ ઉપકરણોમાંથી જ મળેલા ડેટાથી આ સંદેશાનો ખુલાસો થયો છે. મહિલાનું નિવેદન પણ પોલીસએ નોંધ્યું છે, પરંતુ તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.

મહિલાનું નિવેદન

સૂત્રોના જણાવ્યા મુજબ, મહિલાએ જણાવ્યું હતું કે તેણે મહેન્દ્રને તેના લગ્ન પહેલાં જ બ્લોક કરી દીધો હતો. તેને જ્યારે મહેન્દ્રના લગ્નની ખબર પડી, ત્યારે તેણે તેનાથી આખો સંપર્ક તોડી નાખ્યો હતો. પરંતુ તેની પત્ની કૃતિકાની હત્યા બાદ, મહેન્દ્રએ તેને અચાનક સંદેશ મોકલીને કબૂલાત કરી કે “મેં મારી પત્નીને મારી નાખી.”

vtv app promotion

સત્ય બહાર આવ્યું

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં મહિલા માની રહી હતી કે મહેન્દ્ર ફક્ત ધ્યાન ખેંચવા માટે ખોટું કહી રહ્યો છે, પરંતુ બાદમાં જ્યારે તે હત્યા મામલે ઝડપાયો, ત્યારે સત્ય બહાર આવ્યું. પોલીસનું કહેવું છે કે મહિલાનો આ ગુનામાં કોઈ પ્રકારનો સંબંધ નથી. આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું કે મહેન્દ્ર 2023 સુધી મુંબઈની એક મહિલાના સંપર્કમાં પણ હતો. તેણે તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ઘણી વાર મળ્યો હતો. બાદમાં તેણે તેણીને જણાવ્યું કે તે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે, પરંતુ બાદમાં ફરી સંપર્ક કરીને કહ્યું કે તે જીવિત છે અને જ્યોતિષીય ચાર્ટ મુજબ તેની પહેલી પત્નીનું મૃત્યુ નક્કી હતું. હવે તેની પત્ની મરી ગઈ હોવાથી તે આ મહિલાથી લગ્ન કરવા માંગતો હતો.

આ પણ વાંચો : VIDEO: ધોળા દિવસે ધોરણ-12ની વિદ્યાર્થિની પર ફાયરિંગ, બાઈકમાંથી ઉતરી યુવકે ગોળીઓ ધરબી

આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે. બેંગલુરુના આ ડૉક્ટર મર્ડર કેસે આખા શહેરને હચમચાવી દીધું છે અને લોકો હવે માત્ર એક જ સવાલ કરી રહ્યા છે — શું આ પ્રેમ માટે હત્યાનો કેસ હતો કે કંઈક વધુ ભયંકર રહસ્ય છુપાયેલું છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru doctor murder Victoria Hospital Mahendra Reddy

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ