બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 AM, 14 November 2025
Bihar Election Results : બિહાર વિધાનસભાની તાજેતરની ગણતરી મુજબ રાજકીય ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. વિવિધ પક્ષો પોતાના પ્રદર્શને આધારિત અલગ અલગ બેઠકો પર આગેવાની જાળવી રહ્યા છે. કુલ 137 બેઠકોના તાજેતરનાં આ આંકડા રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે.
ADVERTISEMENT

વલણોમાં NDA ને બહુમતી મળી
ADVERTISEMENT
વલણો દર્શાવે છે કે, NDA 126 બેઠકો પર આગળ છે. બહુમતીનો આંકડો 122 છે. ભાજપ 58 બેઠકો પર આગળ છે, જ્યારે JDU 54 બેઠકો પર આગળ છે. મહાગઠબંધન 103 બેઠકો પર આગળ છે.
અહીં ક્લિક કરી જાણો પરિણામો : https://results.eci.gov.in/ResultAcGenNov2025/index.htm
ADVERTISEMENT
ભાજપ (BJP) અને જેડીયુ (JD(U) બંને પક્ષો અનુક્રમે 44 અને 43 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. NDAનું આ મજબૂત પ્રદર્શન ભવિષ્યમાં સરકાર રચવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. વિપક્ષ તરફથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ 24 બેઠક પર આગળ તો લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)-LJPRV 12 બેઠકો પર આગળ છે.
આ પણ વાંચો : MGB સામેની ટક્કરમાં NDAને બહુમત, તો RJD પણ 50ને નજીક, જુઓ કોણ આગળ-પાછળ?
ADVERTISEMENT
આ સાથે કૉંગ્રેસ (INC)ને 6 બેઠકો પર આગેવાની મળી છે, જ્યારે હિંદુસ્તાની અવામ મોર્ચા (HAMS) 3 બેઠકો પર આગળ છે. તે ઉપરાંત કેટલાક નાના અને પ્રદેશીય પક્ષો જેમ કે વિઆઇપિ (VSIP), AIMIM, CPI(M), CPI(ML)(L) અને Plural Party (TPLRSP)ને પણ 1-1 બેઠક પર આગળ છે. અત્યાર સુધી 137 બેઠકો પર આ પક્ષો આગળ ચાલી રહ્યા છે. અહીં ખાસ નોંધનીય છે કે, કોઈપણ બેઠક પર ‘વિજેતા’ જાહેર થયો નથી, પરંતુ આ આંકડાઓ રાજકીય દિશા સ્પષ્ટ કરતા જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.