બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM કિસાનના 21મા હપ્તા પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કર્યું આ ખાસ એલાન, અન્નદાતામાં ખુશીની લહેર

ગુડ ન્યૂઝ / PM કિસાનના 21મા હપ્તા પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કર્યું આ ખાસ એલાન, અન્નદાતામાં ખુશીની લહેર

Hiralal Parmar

Last Updated: 01:03 PM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM કિસાનના 21મા હપ્તા પહેલાં કેન્દ્ર સરકારે એક મોટું એલાન કરીને ખેડૂતોને ખુશખબર આપી દીધાં છે.

દેશભરના લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન સન્માન નિધિ યોજના) ના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને લઈને એક ખાસ એલાન કર્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રના બીડમાં ખેડૂતોને સંબોધિત કરતાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પાક વીમા યોજના અંગે એક મોટી જાહેરાત કરી હતી.

શું બોલ્યાં શિવરાજ સિંહ ચૌહણ

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને ચૂકવવાના બાકી રહેલા વળતરનો દરેક રૂપિયો તેમને આપવામાં આવશે."જો જરૂર પડશે, તો અમે ખેડૂતોનો સીધો સંપર્ક કરીશું જેથી ખાતરી કરી શકાય કે તેમના કાયદેસર દાવાનો દરેક રૂપિયો તેમના સુધી પહોંચે. તેમણે વધુમાં કહ્યું, "ખેડૂત ફક્ત ખેડૂત જ નથી, પરંતુ જીવનદાતા અને રાષ્ટ્રનો અન્નદાતા છે. દેશમાં પહેલીવાર, 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' હેઠળ, ભારતભરના વૈજ્ઞાનિકો તેમની પ્રયોગશાળાઓમાંથી બહાર નીકળીને સીધા ખેતરોમાં ઉતર્યા છે, ખેડૂતો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે જેથી ખાતરી કરી શકાય કે કૃષિ સંશોધન અને નવીનતાના લાભો પાયાના સ્તરે પહોંચે.

વધુ વાંચો : 'હરિયાણામાં 25 લાખ વોટોની ચોરી', મત ચોરીને લઈને રાહુલ ગાંધીએ ફોડ્યો 'હાઈડ્રોજન બોમ્બ'

વીમા યોજનાનું ગણિત શું

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતે ખરીફ પાક માટે 2%, રવિ પાક માટે 1.5% અને વાણિજ્યિક પાક માટે 4% પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. બાકીના પ્રીમિયમના પૈસા સરકાર દ્વારા આપવામાં આવે છે. તમે પાક વીમા યોજના કેલ્ક્યુલેટરમાંથી શોધી શકો છો કે તમારે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે. ઋતુ, વર્ષ, યોજના, રાજ્ય, જિલ્લો અને પાક પસંદ કર્યા પછી, તમે જે એકર પાક માટે વીમો પસંદ કરવા માંગો છો તે પસંદ કરો. આખો ચાર્ટ ખુલશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pm kisan yojana
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ