બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:35 AM, 8 November 2025
બિહાર ચૂંટણીના એક દિવસ પહેલાં લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ 'રાજકીય હાઈડ્રોજ બોમ્બ' ફોડીને સનસનાટી મચાવી દીધી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કથિત વોટ ચોરી મામલે મોટા ખુલાસા કર્યાં હતા. રાહુલ ગાંધીના દાવા હરિયાણા ચૂંટણી પર હતા.
ADVERTISEMENT
વોટર લિસ્ટમાં બ્રાઝિલની મોડલનું નામ કેવી રીતે આવ્યું?
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરુઆતમાં કહ્યું કે હરિયાણા-કર્ણાટકમાં વોટ ચોરી થઈ છે. આ સંબંધિત ઘણી ફરીયાદો મળી છે. ઉદાહરણ આપતાં, રાહુલ ગાંધીએ સમજાવ્યું કે હરિયાણામાં એક બ્રાઝિલિયન મોડેલે મતદાન કર્યું હતું અને 10 અલગ અલગ બૂથ પર કુલ 22 વખત મતદાન કર્યું હતું. મતદાર યાદીમાં તેમનું નામ અલગ અલગ નામોથી નોંધાયેલું હતું, જેમ કે સીમા, સરસ્વતી, સ્વીટી, વિમલા, વગેરે. તેમની ઉંમર અને અન્ય વિગતોમાં પણ વિસંગતતાઓ હતી.
MASSIVE BREAKING 🚨
— Ankit Mayank (@mr_mayank) November 5, 2025
Rahul Gandhi exposed rock solid proof of #VoteChori in Haryana elections
22 votes, 10 different booths, one single lady — a Brazilian model 🤣
Overall 25 lakhs were stolen in Haryana, imagine the scale 🤯💥 pic.twitter.com/mYG2tzPKLq
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ એક યાદી પણ જાહેર કરી
ડુપ્લિકેટ મતદારો: 521,619
ADVERTISEMENT
ખોટા સરનામાં: 93,174
બલ્ક મતદારો: 1,926,351
ADVERTISEMENT
LIVE: #VoteChori Press Conference - The H Files https://t.co/IXFaH9fEfr
— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025
પોસ્ટલ વોટ અને વાસ્તવિક વોટ વચ્ચે ફર્ક
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે અને તેમની પાસે બધી જરૂરી વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે હરિયાણામાં એક્ઝિટ પોલ કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતી દર્શાવે છે, અને બધા જ પોલ એ જ દર્શાવે છે. જોકે, પહેલી વાર પોસ્ટલ વોટ અને વાસ્તવિક વોટ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો.
8 માંથી 1 મતદાર નકલી
રાહુલે કહ્યું કે હરિયાણામાં કોઈ ચૂંટણી થઈ નથી, ફક્ત મત ચોરી થઈ છે. અમારી પાસે સ્પષ્ટ પુરાવા છે કે (હરિયાણામાં) 2.5 મિલિયન મતદારો નકલી છે; તેઓ કાં તો અસ્તિત્વમાં નથી, ડુપ્લિકેટ છે, અથવા મતદાન કરવા માટે રેન્ડમ લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે... હરિયાણામાં 8 માંથી 1 મતદાર નકલી છે.
પોસ્ટલ બેલેટથી કોંગ્રેસને 76 બેઠકો, ભાજપને 17 બેઠકો
રાહુલ ગાંધીએ કહ્યું કે આ કોઈ એક વિધાનસભા મતવિસ્તાર વિશે નથી. રાજ્યોમાં મત ચોરી થઈ રહી છે. હરિયાણાના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર, પોસ્ટલ બેલેટ અને વાસ્તવિક મતોનું પરિણામ અલગ હતું. પોસ્ટલ બેલેટથી કોંગ્રેસને 76 બેઠકો મળી, જ્યારે ભાજપને ફક્ત 17 બેઠકો મળી. વાસ્તવિક મત બંનેની દિશા એક જ હતી.
હરિયાણા 2024ની ચૂંટણીમાં કોને કેટલી બેઠકો?
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હરિયાણામાં પાંચ અલગ અલગ રીતે 2,541,144 નકલી મતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2024 ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે જંગી જીત મેળવી, કુલ 90 બેઠકોમાંથી 48 બેઠકો મેળવી. કોંગ્રેસે 37 બેઠકો જીતી.
ગુરુવારે બિહારમાં પહેલા તબક્કાનું વોટિંગ
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આ પ્રેસ કોન્ફરન્સે એવે સમયે આવી છે કે જ્યારે ગુરુવારે 5 નવેમ્બરે બિહારમાં પહેલા તબક્કાનું વોટિંગ થવાનું છે.
કોંગ્રેસે પોસ્ટ કર્યું હાઇડ્રોજન બોમ્બ લોડિંગ
કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો પોસ્ટ કર્યો. રાહુલ ગાંધીનો વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસે લખ્યું, "હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.