બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સસ્તું થશે સોનું! ગુજરાતની સરહદે સોના-કિંમતી ખજાનાનો ભંડાર મળ્યા બાદ મોદી સરકારે કર્યું મોટું એલાન
Last Updated: 09:12 AM, 3 November 2025
ગુજરાત સાથે સરહદ શેર કરી રહેલા રાજસ્થાનમાં સોનાનો વિશાળ ભંડાર મળ્યો છે જે પછી હવે એવા સમાચાર સામે આવ્યાં છે. બીજો પણ એક મોટો ભંડાર મળ્યો છે. રાજસ્થાનના બાંસવાડામાં 4 ગામોમાં 1.20 ટન સોનાની ઉપરાંત, તાંબુ, નિકલ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજોના પુરાવા પણ મળી આવ્યા છે.
ADVERTISEMENT
A third major gold mine has been discovered in Rajasthan's Banswara district.
— SK Chakraborty (@sanjoychakra) October 24, 2025
The third gold mine block has been officially confirmed in Khakaria village, Ghatol Assembly constituency, Banswara district.
Geologists have found strong indications of potential gold ore reserves in… pic.twitter.com/hOqiNWjgW5
સોનાની કિંમત આશરે ₹1449.72 કરોડ
ADVERTISEMENT
ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI) કરેલા સર્વેમાં સોનાનો ભંડાર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતોના મતે, વર્તમાન બજાર ભાવે આ સોનાની કિંમત આશરે ₹1449.72 કરોડ છે. બાંસવાડામાં સતત ત્રીજી વખત સોનાનો ભંડાર મળી આવ્યો છે. તાંબુ, નિકલ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજોના પુરાવા પણ મળી આવ્યા છે.
સરકારે શું કર્યું
ADVERTISEMENT
સોનાની ખાણના પુરાવા હાથ લાગ્યા બાદ કેન્દ્ર સરકારની સંસ્થા ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે G-2 સ્તરનો ઊંડાણપૂર્વકનો સર્વે કરવાનો નિર્ણય લીધો છે. 29 સપ્ટેમ્બરે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેની અંતિમ તારીખ 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. હવે અરજીઓ 3 નવેમ્બરે ખોલવામાં આવશે, અને સૌથી વધુ બોલી લગાવનારને સર્વે લાઇસન્સ આપવામાં આવશે.
કયા ગામોમાં આવેલો છે સોનાનો ભંડાર
ADVERTISEMENT
બાંસવાડાના કુલ 4 ગામ કાંકરિયાગઢા, ડુંગરિયાપારા, દેલવારા રાવના અને દેલવારા લોકિયામાં સોનાનો ભંડાર છે. આ બ્લોક આશરે 2.59 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે.
ખજાનામાં શું શું છે
ADVERTISEMENT
પ્રારંભિક સર્વેક્ષણો અનુસાર, આ સ્થળે 120 ટન સોનું અને આશરે 1,૦૦૦ ટન તાંબુ હોવાનો અંદાજ છે. નિકલ અને કોબાલ્ટનો પણ નોંધપાત્ર જથ્થો હાજર છે. વરિષ્ઠ GSI ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે 150-200 મીટરના અંતરાલ સાથે 600-700 ફૂટની ઊંડાઈએ ખોદકામ કરવામાં આવ્યું હતું.
VIDEO : ઉપર જોયું, ભગવાનને પ્રાર્થના કરીને રડી પડ્યો રોહિત શર્મા, તસવીર થઈ ગઈ વાયરલ
ADVERTISEMENT
બાંસવાડા રાજસ્થાનનું ગોલ્ડ હબ
GSI એ બાંસવાડા જિલ્લાના ઘાટોલના ભુકિયા અને જગપુરા વિસ્તારોમાં 114.8 મિલિયન ટન સોનાના ભંડાર શોધી કાઢ્યા હતા. 13,739 ટન કોબાલ્ટ અને 11,146 ટન નિકલ પણ મળી આવ્યું હતું. રતલામ સ્થિત એક કંપનીને ખાણકામ લાઇસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ ખાણકામ કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. બાંસવાડાની ભૂસ્તરશાસ્ત્રીય રચના આશરે 5,000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.