બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / VIDEO : ઉપર જોયું, ભગવાનને પ્રાર્થના કરીને રડી પડ્યો રોહિત શર્મા, તસવીર થઈ ગઈ વાયરલ

વર્લ્ડ કપ જીત / VIDEO : ઉપર જોયું, ભગવાનને પ્રાર્થના કરીને રડી પડ્યો રોહિત શર્મા, તસવીર થઈ ગઈ વાયરલ

Hiralal Parmar

Last Updated: 08:43 AM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મહિલા ટીમ દ્વારા વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા રડતો જોવા મળ્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીતથી દરેક ભારતીય ક્રિકેટ ચાહકના મનમાં ખુશીના આંસુ આવી ગયા છે જેમાં પુરુષ ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ બાકાત નથી. સ્ટેડિયમમાં હાજર રહેનાર રોહિત શર્મા પણ વિજય પછી ભાવુક થઈ ગયા. તેમણે ઉપર જોયું અને ભગવાનનો આભાર માન્યો, અને તેમની ભાવનાત્મક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

2023 ની ફાઇનલ હાર સાથે રોહિતની તસવીર

મુંબઈ ઈન્ડિયન્સે પણ તેમના ઓફિશિયલ હેન્ડલ પર રોહિત શર્માના ફોટા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી, જેમાં ફક્ત કેપ્શન આપ્યું, "આ ક્ષણ." સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રોહિતના એ જ ફોટાનો ઉપયોગ આ પોસ્ટમાં થઈ રહ્યો છે. લોકો રોહિતના આ ફોટાને 2023 ની ફાઇનલ હાર સાથે પણ જોડી રહ્યા છે.

વધુ વાંચો : VIDEO : પગે લાગવા જતી હતી કેપ્ટન હરમનપ્રીત કૌર, પછી જય શાહે જે કર્યું તેને માટે તમે પણ કરશો સલામ

ભારતે જીત્યો વર્લ્ડ કપ

ભારતીય ટીમે ૫૨ વર્ષની રાહ જોતા પહેલી વાર મહિલા વર્લ્ડ કપ જીત્યો છે. આ ભારતીય મહિલા ટીમનો ત્રીજો ODI વર્લ્ડ કપ ફાઇનલ હતો. ટીમ ઇન્ડિયા 2005 અને 2017માં જીતવામાં નિષ્ફળ રહી હતી, અને મિતાલી રાજ બંને વખત નિરાશ થઈ હતી. હવે, હરમનપ્રીત કૌરની ટીમે તે અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ પછી ભારત હવે વિશ્વ ચેમ્પિયન બનનારી ચોથી ટીમ બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World cup 2025 rohit sharma
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ