બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની ધરપકડ, નીતિન ગડકરી વિરૂદ્ધ હારી ચૂક્યો છે ઇલેક્શન

બ્રેકિંગ / નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની ધરપકડ, નીતિન ગડકરી વિરૂદ્ધ હારી ચૂક્યો છે ઇલેક્શન

Last Updated: 02:53 PM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપુરમાં ફાટી નીકળેલી હિંસામાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી.

મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલી હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે દાવો કર્યો છે કે આ હિંસા પાછળ મુખ્ય આરોપી, 38 વર્ષીય ફહીમ શમીમ ખાન જવાબદાર છે. શમીમ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) નો નાગપુર શહેર પ્રમુખ છે.

ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. એફઆઈઆરમાં પણ તેનું નામ નોંધાયેલું છે. મળતી માહિતી મુજબ, ફહીમ ખાન નાગપુરના સંજય બાગ કોલોની યશોધરા નગરનો રહેવાસી છે.

નીતિન ગડકરી સામે લડી ચુક્યો છે લોકસભા ચૂંટણી

તેને 2024ની લોકસભા ચૂંટણી નાગપુર બેઠક પરથી માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ની ટિકિટ પર લડી હતી, જેમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી મેદાનમાં ઉતર્યા પછી, તે રાજકીય રીતે સક્રિય થઈ ગયો અને શહેરમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નાગપુર હિંસા એક પૂર્વ-આયોજિત કાવતરું હતું. ફહીમ ખાને કેટલાક કટ્ટરપંથી લોકોને ભેગા કર્યા અને આયોજનબદ્ધ રીતે રમખાણો ભડકાવવાનું કામ કર્યું.

જણાવી દઈએ કે ઔરંગઝેબની કબરના વિવાદે સોમવારે હિંસક રૂપ લીધું હતું. મહારાષ્ટ્રના નાગપુરના મહાલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહાલ પછી, મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે 60 થી વધુ તોફાનીઓની અટકાયત પણ કરી હતી.

આ પણ વાંચો: મહિલાએ પહેલા પ્રેમીને પછી પતિને બોલાવ્યો, જ્યારે પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી

ઔરંગઝેબની કબર અંગે શું છે વિવાદ?

અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થઈ એ પછી ઔરંગઝેબનો મુદ્દો ગરમાયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ થોડા દિવસ પહેલા ઔરંગઝેબની કબર હટાવવાની વાત કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને એક સારા શાસક ગણાવતા કહ્યું કે તેઓ માને છે કે ઔરંગઝેબ ક્રૂર ન હતો. આ પછી વિવાદ વધુ વકર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મો દ્વારા ઔરંગઝેબની ખોટી છબી રજૂ કરવામાં આવી રહી છે. ત્યારથી, ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ તીવ્ર બની છે. થોડા સમય પહેલા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ધમકી આપી હતી કે જો સરકાર ઔરંગઝેબની કબર નહીં હટાવે, તો બાબરી જેવું જ પરિણામ આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nagpur Violance Aurangzeb Controversy Maharashtra News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ