બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:23 PM, 19 March 2025
સૌરભના ખાતામાં આશરે 6 લાખ રૂપિયા હતા. જેને મુસ્કાને ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઇ નહોતી. ત્યાર બાદ મુસ્કાન પોતાની માતા પાસે પહોંચી અને પૈસાની માગ કરી હતી. માંએ જ્યારે સૌરભ અંગે પુછ્યું તો મુસ્કાન ગભરાઇ ગઇ અને સમગ્ર મામલે ખુલાસો થયો હતો. સાંભળીને માતા પણ ચોંકી ઉઠી હતી. તેણે સમગ્ર મામલે પોલીસને જાણ કરી. પોલીસે મુસ્કાનની ધરપકડ કરીને પુછપરછ કરતા થયો ચોંકાવનારો ખુલાસો...
ADVERTISEMENT
સૌરભ રાજપુતે કર્યા હતા પ્રેમ લગ્ન
મર્ચન્ટ નેવીમાં કામ કરનારા મેરઠના સૌરભ રાજપુત જ્યારે લંડનથી પોતાના ઘરે પરત ફર્યા તો તેમણે ક્યારેય વિચાર્યું પણ નહી હોય કે જેને ખુબ જ પ્રેમ કરે છે તે પત્ની તેની હત્યા કરવાનો પ્લાન બનાવી ચુકી છે. મુસ્કાન અને તેના નવા પ્રેમી સાહિલે ન માત્ર સૌરભની હત્યા કરી પરંતુ તેના શબના ટુકડા કરીને તેને સિમેન્ટમાં નાખી દીધા હતા. આ સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી.
ADVERTISEMENT
માતાએ પોલીસને કરી ચોંકાવનારી વાત
મુસ્કાન પાડોશીઓને કહેવા લાગી હતી કે તે સૌરભ સાથે ફરવા જવાની છે. સૌરભની હત્યા બાદ તેણે ઘરમાં તાળુ માર્યુ અને સાહિલ સાથે હિમાચલ જતી રહી હતી. બંન્ને ત્યાં હોટલમાં થોડા દિવસો રોકાયા અને મસ્તી કરી હતી. મુસ્કાન પોતાના પ્રેમી સાહિલની સાથે સૌરભના ખાતામાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રો અનુસાર પોલીસે જણાવ્યું કે, સૌરભના ખાતામાં આશરે 6 લાખ રૂપિયા હતા. જેને ઉપાડવાનો બંન્નેએ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ મુસ્કાન પોતાની માતા પાસે પહોંચી હતી. તેની પાસે પૈસા માંગ્યા હતા. જ્યારે સૌરભ અંગે પુછ્યું તો મુસ્કાન ગભરાઇ ગઇ હતી અને ત્યાર બાદ સમગ્ર કાવત્રાનો પર્દાફાશ થયો હતો. માતાએ પોલીસને જાણ કરી હતી.
Meet Muskan Rastogi from Meerut in UP who along with her Lover Sahil murdered her NRI Husband Saurabh Rajput posted in Merchant Navy in London by chopping his body into 15 pieces.
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) March 19, 2025
Muskaan mixed sleeping pills in Saurabh's food on March 4. Once he was asleep, she murdered him… pic.twitter.com/Jj4fc2ElaP
ડ્રમમાંથી મળ્યું શબ
પોલીસે મુસ્કાન અને સાહિલની ઘટના સ્થળે લઇ જઇને મકાનમાં સર્ચ કર્યું હતું. જ્યારે પોલીસ ઘરની અંદર રહેલા ડ્રમને ખોલ્યું તો તેમાં સીમેન્ટ ભરેલી હતી. શબને બહાર કાઢવા માટે પોલીસે કલાકો સુધી સિમેન્ટને ધીમે ધીમે તોડી હતી. તેમ છતા મૃતદેહ બહાર નહી આવતા ડ્રમને જ પોસ્ટમોર્ટમ હાઉસ ખાતે મોકલી અપાયું હતું. જ્યાં પણ મહામહેનતે શબને બહાર કાઢવામાં આવ્યું હતું.
પત્ની અને પ્રેમીનું ભયાનક ષડયંત્ર
સૌરભ રાજપુત મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં પોતાની પત્ની મુસ્કાન સાથે રહે છે. મુસ્કાન રસ્તોગીને 5 વર્ષની પુત્રી પણ છે. સૌરભ મર્ચન્ટ નેવીમાં કામ કરતો હોવાથી સતત ફરતું રહેવું પડે છે. જો કે થોડા દિવસો પહેલા જ તે મેરઠ પરત ફરી હતી. 2016 માં લવ મેરેજ કર્યા બાદ સૌરભ અને તેના પરિવાર વચ્ચે તણાવ થયો હતો. જેથી તે ત્રણ વર્ષથી પત્ની અને પુત્રી સાથે અલગ રહેતો હતો. 4 તારીખે જ્યારે સૌરભ મેરઠ પહોંચ્યો તો મુસ્કાન અને સાહિલ પહેલાથી જ તેની હત્યાનું કાવત્રુ રચી ચુક્યા હતા.
મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ સૌરભ આવતાની સાથે જ તેના પર તુટી પડ્યા હતા. ચાકુથી હત્યા કર્યા બાદ તેના નાના-નાના ટુકડા કરીને પ્લાસ્ટિકના એક મોટા ડ્રમમાં તે ટુકડા નાખ્યા હતા. ત્યાર બાદ તેની ઉપર સીમેન્ટથી તેને ભરી દીધું હતું. ત્યાર બાદ બંન્ને ફરવા માટે હિમાચલ જતા રહ્યા હતા. જ્યાં તેઓએ પ્રથમ હનીમુન મનાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.