ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ટોલ પ્લાઝા પર આર્મી જવાનને થાંભલા સાથે બાંધીને ઢોરમાર માર્યો, કારણ જાણીને કમકમી જશો

મેરઠ / VIDEO : ટોલ પ્લાઝા પર આર્મી જવાનને થાંભલા સાથે બાંધીને ઢોરમાર માર્યો, કારણ જાણીને કમકમી જશો

Published By: Hiralal Parmar

Last Updated: 01:07 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોલ પ્લાઝા પર આર્મી જવાનને બાંધીને ઢોરમાર મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના મેરઠમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક આર્મી જવાન પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ જવાનની ઓળખ કપિલ કાવડ તરીકે થઈ છે, જેઓ શ્રીનગરમાં ફરજ પર પાછા ફરવા માટે પોતાના પિતરાઈ ભાઈ સાથે દિલ્હી એરપોર્ટ જઈ રહ્યાં હતા.

શું હતું ઝગડાનું કારણ

ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઇન હતી અને કપિલ ઉતાવળમાં હતો અને તેણે ટોલ કર્મચારીઓને વિનંતી કરી હતી કે તે તેને બીજા કરતા વહેલો જવા દે કારણ કે તેને દિલ્હીથી શ્રીનગર પહોંચવાનું હતું પરંતુ ટોલ કર્મચારીઓ લાઈન પ્રમાણે જવા દેવા પર અડગ રહ્યાં આ જોઈને જવાન પિત્તો ગુમાવ્યો અને પછી ઝગડો થયો હતો આ પછી ચાર કર્મચારીઓએ જવાનને થાંભલા સાથે બાંધી દીધો અને ઢોરમાર માર્યો હતો.

વધુ વાંચો : આબરુની 'વોશ'રુમ! સુરતની જાણીતી રેસ્ટોરન્ટના લેડીઝ વોશરુમમાં મળ્યો ગુપ્ત કેમેરો, 'પોર્ન શોખીન' ઝડપાયો

ચાર લોકોની ધરપકડ

મેરઠ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મેરઠ-કરનાલ હાઇવે પર ભુની ટોલ પ્લાઝા પર બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં ઘણા ટોલ કર્મચારીઓ કાવડને માર મારતા અને તેને થાંભલા સાથે બાંધતા જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે ઓછામાં ઓછા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તપાસના ભાગ રૂપે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meerut gujarat news UP

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ