બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / આબરુની 'વોશ'રુમ! સુરતની જાણીતી રેસ્ટોરન્ટના લેડીઝ વોશરુમમાં મળ્યો ગુપ્ત કેમેરો, 'પોર્ન શોખીન' ઝડપાયો

ક્રાઈમ / આબરુની 'વોશ'રુમ! સુરતની જાણીતી રેસ્ટોરન્ટના લેડીઝ વોશરુમમાં મળ્યો ગુપ્ત કેમેરો, 'પોર્ન શોખીન' ઝડપાયો

Hiralal Parmar

Last Updated: 12:37 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની એક જાણીતી રેસ્ટોરન્ટના મહિલા વોશરુમમાંથી મોબાઈલ ઝડપાતાં મોટો હોબાળો મચ્યો હતો.

વોશરુમ જેવું અંગત સ્થળ પણ સલામત નથી અને મહિલાઓને સુરક્ષામાં ચેડા થઈ શકે છે. ગુજરાતમાં વધુ એક વાર 'વોશરુમ જાસૂસી કાંડ' ગાજ્યો છે. મહિલાના ન્યૂડ વીડિયો ઉતારવા માટે વોશરુમમાં ગુપ્ત ઠેકાણે મોબાઈલ મૂકાયો હતો. સુરતના પીપલોદ સ્થિત જાણીતી કેએસ ચારકોલ રેસ્ટોરન્ટના વોશરુમમાંથી એક છુપો મોબાઇલ ઝડપાયો હતો જેને કેમેરો ચાલુ હતો. સ્પસ્ટ છે કે મહિલાઓના ન્યૂડ વીડિયો ઉતારવા માટે તે મૂકાયો હતો. વોશરુમમાં ગયેલી એક મહિલાએ આ મોબાઇલ જોઇ જતા રેસ્ટોરેન્ટ સ્ટાફનું ધ્યાન દોર્યુ હતુ અને જે પછી આરોપીને ઝડપી લેવાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

રેસ્ટોરન્ટના વોશરુમમાં કેમેરો મૂકનાર આરોપી સફાઈકર્મી નીકળ્યો છે જેણે ન્ટીલેશનની જાળીના તૂટેલા ભાગમાં સીમકાર્ડ વગરનો મોબાઇલ મૂક્યો હતો. જે પછી ઘટના ગંભીર બનતા મામલો ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જે પછી પોલીસે આરોપી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી હતી.

કોણ છે આરોપી

આરોપીનું નામ સુરેન્દ્ર રાણા છેલ્લા 2 વર્ષથી આ રેસ્ટોરન્ટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો અને મહિલા વોશરૂમની સફાઈની જવાબદારી પણ તેની પાસે હતી. પોલીસે સુરેન્દ્રની ધરપકડ કર્યા બાદ તેના પાસેથી કુલ 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસ દ્વારા પુછપરછ દરમ્યાન આરોપી સુરેન્દ્રે જણાવ્યુ હતું કે તે વોશરુમની સફાઈનું કામ કરતો હતો અને મહિલાઓના ન્યૂડ વીડિયો બનાવતો હતો. તપાસ વખતે પોલીસને તેના મોબાઈલમાંથી પોર્ન હિસ્ટ્રી અને સ્પાઈ કેમનું બોક્સ પણ મળ્યું છે.

એક ફોનમાંથી બીજા ફોનમાં ન્યૂડ વીડિયો ટ્રાન્સફર કરતો

સુરેન્દ્ર ઝારખંડનો રહેવાસી છે અને તેનો પહેલેથી કોઈ સીમકાર્ડ વગરનો મોબાઈલ હતો, જેને ઉપયોગમાં લઈને તે વીડિયો એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરતો હતો. આ ઘટના બાદ સ્પસ્ટ થયું છે કે સુરેન્દ્ર રાણા મહિલાઓના ન્યૂડ વીડિયો બનાવતો હતો અને બીજા સાથે શેર કરતો હતો. પોલીસે કહ્યું આરોપીએ જો આ વીડિયો અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર કર્યા હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો : બીજો મુસ્કાન કાંડ! પત્નીએ વાદળી ડ્રમમાં મીઠામાં જમાવી દીધી પતિની લાશ, ધાબા પર છોડીને ફરાર

આરોપી પોર્ન સાઈટનો વ્યસની હતો

મોબાઈલ ચેક કરતાં આરોપીની ગૂગલ હિસ્ટ્રીમાં ઘણી પોર્ન વેબસાઈટ દેખાતી હતી જેથી એવો શક છે કે આરોપી પોર્ન જોવાની આદત ધરાવતો હતો. પોલીસે તેનો ફોન જપ્ત કર્યો છે અને રેસ્ટોરન્ટમાં કામ કરતાં 40 પુરુષોના મોબાઈલની પણ તપાસ કરાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

charcoal restaurant mobile surat gujarat news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ