બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:33 PM, 2 January 2025
Markhor Goat : સામાન્ય રીતે આપણે બધાએ સાંભળ્યું છે કે બકરી શાકાહારી હોય છે અને તે ઝાડના પાન અને ઘાસ જેવી વસ્તુઓ ખાઈ છે, પણ શું તમે ક્યારેય એવી બકરી વિશે સાંભળ્યું છે જે સાંપને ખાઈ જતી હોય. નહીં સાંભળ્યું હોય ને. આ બકરી આપણા ભારતમાં જોવા મળે છે એટલું જ નહીં આ બકરી આપણા પડોશી દેશનું નેશનલ એનિમલ પણ છે. કઈ છે આ બકરીની પ્રજાતિ એ જાણીએ.
ADVERTISEMENT
આપણે બધાને ખબર હશે કે આપણા ભારત દેશનું નેશનલ એનિમલ ક્યુ છે પણ શું તમે ક્યારેય પાડોશી દેશ પાકિસ્તાનના રાષ્ટ્રીય પ્રાણી વિશે વિચાર્યું છે? પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી એક બકરી છે.. જોકે આ એક ખાસ પ્રકારની બકરી પ્રજાતિ છે જેને મારખોર કહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ મરખોર બકરી આ એક ખૂબ જ શક્તિશાળી પર્વતીય બકરી છે, જે હિમાલયના પ્રદેશમાં જોવા મળે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ બકરીને સાપનો શિકાર કરવો ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે મારખોર બકરી સાપ શોધે છે, તેનો શિકાર કરી તેને મારી નાખે છે અને તેને ચાવીને ફેંકી દે છે.

ADVERTISEMENT
મારખોર એક પર્શિયન શબ્દ છે જેનો અર્થ થાય છે "સાપ ખાનાર" અથવા "સાપને મારનાર." મારખોર જ્યાં પણ સાપ જુએ છે, તે તેના શક્તિશાળી શિંગડાથી તેને મારી નાખે છે, એવું માનવામાં આવે છે કે જ્યાં મારખોર રહે છે ત્યાં સાપ દેખાતા નથી.
ADVERTISEMENT
મારખોર બકરીની પ્રજાતિઓમાં સૌથી મોટી માનવામાં આવે છે અને તે 52 થી 73 ઇંચ ઊંચી તો તેનું વજન 110 કિગ્રા સુધી હોઈ શકે છે.આ પહાડી વિસ્તારોમાં વધુ જોવા મળે છે અને તેને સૌથી વધુ સ્નો લેપર્ડ અને હિમાલયન વુલ્ફથી ખતરો હોય છે. એટલું જ નહીં તમે જો તમે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો લોગો જોશો તો તે મારખોર સાપ ચવતું હોય એવો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT