બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમરનાથ યાત્રામાં આવ્યુ મોટુ વિઘ્ન, 10 કરતા વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ

દુર્ઘટના / અમરનાથ યાત્રામાં આવ્યુ મોટુ વિઘ્ન, 10 કરતા વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ

Nidhi Panchal

Last Updated: 01:43 PM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કશ્મીરના કુલગામ જિલ્લામાં અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 10થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માત શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર તચલુ ક્રોસિંગ નજીક થયો હતો, જ્યારે યાત્રાળુઓ બાલતાલ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 10 થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા હતા. બસોની સ્પીડ અને ત્રાટકવાના કારણે બસોમાં બેઠેલા કેટલાક યાત્રાળુઓને ઈજાઓ પણ પહોંચી હતી.

jammu-kashmir

પોલીસ તંત્ર ઘટના સ્થળે

સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ થયેલા યાત્રાળુઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે ઘાયલ યાત્રાળુઓને તરત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે લગભગ 9 યાત્રાળુઓને વધુ સારી સારવાર માટે સરકારી મેડિકલ કોલેજ (GMC) અનંતનાગ રિફર કરવામાં આવ્યા છે. ડૉક્ટર મુજબ તમામ ઘાયલ યાત્રાળુઓની ઈજાઓ સામાન્ય છે અને હાલ તેઓની સ્થિતિ સ્થિર છે.

app promo3

આ પણ વાંચો : જંગલની ગુફાઓમાંથી મળી રશિયન મહિલા, 7 વર્ષની પુત્રીઓ અને ચોંકાવનારો મામલો

જરૂરી પગલા લેવામાં આવશે

વહીવટીતંત્રએ જણાવ્યું કે યાત્રાળુઓની ભલાઈ માટે તમામ જરૂરી પગલાં લેવાયા છે. તેમને આરામદાયક સારવાર મળે અને કોઈ મુશ્કેલી ન આવે તે માટે આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને સક્રિય કરવામાં આવ્યા છે. યાત્રાના સમયગાળામાં આવાં અકસ્માતોને ટાળવા માટે મુસાફરી દરમિયાન પૂરતી સાવચેતી રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે પોલીસ અને વહીવટી તંત્ર સતત તૈનાત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra 2025 Kulgam bus collision Jammu Srinagar highway
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ