ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એકીસાથે 8 મંત્રીઓએ રાજીનામું આપી દેતાં મચ્યો હડકંપ, રાજ્યપાલને મળ્યાં મુખ્યમંત્રી, શું કારણ?

રાજનીતિ / એકીસાથે 8 મંત્રીઓએ રાજીનામું આપી દેતાં મચ્યો હડકંપ, રાજ્યપાલને મળ્યાં મુખ્યમંત્રી, શું કારણ?

Published By: Hiralal Parmar

Last Updated: 02:43 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકીસાથે 8 મંત્રીઓએ રાજીનામું ધરી આપતાં રાજનીતિમાં હડકંપ મચ્યો હતો. મંત્રીઓના સાગમટાં રાજીનામા પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

મંગળવારે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. રાજ્યના આઠ મંત્રીઓએ એકસાથે રાજીનામું આપ્યું હતું જે પછી મુખ્યમંત્રી રાજ્યપાલને મળ્યાં હતા.

મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં રાજીનામું

વાસ્તવમાં, મેઘાલયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે મંગળવારે આઠ મંત્રીઓએ રાજ્યપાલને રાજીનામું આપ્યું. રાજીનામું આપનારાઓમાં એએલ હેક, પોલ લિંગડોહ અને એમ્પારીન લિંગડોહ સહિત આઠ મંત્રીઓના નામનો સમાવેશ થાય છે.

રાજ્યપાલને રાજીનામા સુપરત કર્યા

એનપીપીના નેતૃત્વ હેઠળના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારના વડા મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ રાજભવન ખાતે રાજ્યપાલ સીએચ વિજયશંકરને મળ્યા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા.

વધુ વાંચો : કુદરતનો ખેલ! 17 વર્ષની છોકરી બહારથી સ્ત્રી, અંદરથી પુરુષ, શરીરમાં મળ્યાં પુરુષ અંડકોષ, માસિક-ગર્ભાશય નહીં

નવા મંત્રીઓ મંગળવારે સાંજે શપથ લેશે

ઉલ્લેખનીય છે કે મેઘાલય કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે તેથી જુના મંત્રીઓએ રાજીનામા આપ્યાં હતા. નવા મંત્રીઓ મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે શપથ લેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cabinet reshuffle meghalaya meghalaya cabinet reshuffle

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ