બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કુદરતનો ખેલ! 17 વર્ષની છોકરી બહારથી સ્ત્રી, અંદરથી પુરુષ, શરીરમાં મળ્યાં પુરુષ અંડકોષ, માસિક-ગર્ભાશય નહીં

હેરાની / કુદરતનો ખેલ! 17 વર્ષની છોકરી બહારથી સ્ત્રી, અંદરથી પુરુષ, શરીરમાં મળ્યાં પુરુષ અંડકોષ, માસિક-ગર્ભાશય નહીં

Hiralal Parmar

Last Updated: 11:40 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મિર્ઝાપુરમાં એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની છોકરીના શરીરમાં પુરુષોના અંડકોષો મળી આવતાં ઘરવાળા અને ડોક્ટરો હતપ્રત રહી ગયા હતા.

કુદરતના ખેલ ખૂબ વિચિત્ર હોય છે. કોઈને ખબર નથી કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. તે દેખાડ છે કંઈક ને કરે છે કંઈક. યુપીના મિર્ઝાપુરમાં કુદરતના વિચિત્ર ખેલનો એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મિર્ઝાપુરની 17 વર્ષની છોકરીના શરીરમાં પુરુષોના અંડકોષો મળી આવ્યાં છે. છોકરી કદી માસિકમાં પણ થઈ નથી, પરિવાર પુત્રીને પ્રયાગરાજની SRS હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં તપાસ દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે તે શારીરિક રીતે છોકરી હોવા છતાં, અંદરથી છોકરો હતો. તેનામાં પુરુષ અંડકોષ મળી આવ્યા હતા. તેને ગર્ભાશય પણ નહોતું. આ જાણીને પરિવાર સહિત ડોકટરો પણ ચોંકી ગયા. આ પછી, છોકરીનો જેનેટિક ટેસ્ટ કરાયો જેમાં પુરુષોના XY રંગસૂત્રો મળી આવ્યા હતા.

છોકરી સાથે શું બન્યું

ડોક્ટરોએ કહ્યું કે છોકરી એન્ડ્રોજન ઇન્સેન્સિટિવિટી સિન્ડ્રોમ નામનો એક દુર્લભ રોગ છે. છોકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. પરિવારની સંમતિથી, ઓપરેશન કરીને તેના શરીરમાંથી અંડકોષો દૂર કરાયા હતા અને ત્યાર બાદ હોર્મોનલ થેરાપી શરૂ કરાઈ હતી.

ભવિષ્યમાં છોકરી જ રહેવા માગે છે

છોકરીએ ડોક્ટરોને કહ્યું કે તે છોકરી તરીકે જન્મી છે અને ભવિષ્યમાં તે છોકરી બની રહેવા માગે છે. આ પછી ડોક્ટરોએ ટેલિસ્કોપ પદ્ધતિ દ્વારા કિશોરીના શરીરમાંથી બંને અવિકસિત અંડકોષ દૂર કર્યા જેથી ભવિષ્યમાં કેન્સરનું જોખમ ન રહે.

ગર્ભાશય ન હોવાથી મા નહીં બની શકે

હવે કિશોરીને સિનિયર ગાયનેક અનુભા શ્રીવાસ્તવ દ્વારા હોર્મોનલ થેરાપી આપવામાં આવી રહી છે. આ થેરાપી જીવનભર ચાલુ રહેશે. કિશોરીને કહેવામાં આવ્યું છે કે ગર્ભાશય ન હોવાને કારણે તે ક્યારેય ગર્ભવતી થઈ શકશે નહીં.

વધુ વાંચો : યમરાજાની ભૂલ થઈ! અંતિમ સંસ્કારની મિનિટ પહેલાં જીવતી થઈ મહિલા, સ્મશાનમાંથી પાછી આવી

AIS શું છે?

એન્ડ્રોજન ઇન્સેન્સિટિવિટી સિન્ડ્રોમ (AIS) એ એક આનુવંશિક સ્થિતિ છે જેમાં શરીર પુરુષ હોર્મોન એન્ડ્રોજનનો પ્રતિભાવ આપતું નથી. આના કારણે તે વ્યક્તિઓ આનુવંશિક રીતે પુરુષ (XY રંગસૂત્ર) હોવા છતાં ઘણીવાર સ્ત્રીની બાહ્ય શારીરિક લાક્ષણિકતાઓ ધરાવે છે. આ એક ખૂબ જ દુર્લભ રોગ છે. આમાં, શરીર છોકરીનું હોય છે પરંતુ લાક્ષણિકતાઓ છોકરાના હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mirzapur news mirzapur UP
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ