ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / યમરાજાની ભૂલ થઈ! અંતિમ સંસ્કારની મિનિટ પહેલાં જીવતી થઈ મહિલા, સ્મશાનમાંથી પાછી આવી

પુરીમાં ચમત્કાર / યમરાજાની ભૂલ થઈ! અંતિમ સંસ્કારની મિનિટ પહેલાં જીવતી થઈ મહિલા, સ્મશાનમાંથી પાછી આવી

Published By: Hiralal Parmar

Last Updated: 10:49 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંતિમ સંસ્કાર પહેલાં જીવતદાનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે લોકોને ચોંકાવી મૂક્યાં છે.

ADVERTISEMENT

ક્યારેક કુદરત પણ ખેલ ખેલી નાખતી હોય છે. મર્યા બાદ જીવિત થવાનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓડિશાના પુરીમાં 86 વર્ષની મહિલા અંતિમ સંસ્કારની મિનિટ પહેલાં જીવતી થઈ અને તે સહી-સલામત સ્મશાનેથી ઘેર પાછી આવી ગઈ.

અંતિમ સંસ્કાર પહેલાં ચમત્કાર

ગંજામ જિલ્લાના પોલસારાની રહેવાસી પી. લક્ષ્મી નામની 86 વર્ષીય મહિલા બીમાર હતી અને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી પરંતુ સારવાર વખતે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી જે પછી તેને ઘેર લઈ જવાઈ અને તેની અંતિમવિધિની તૈયારી શરુ કરાઈ હતી અને તેને નનામીમાં બાંધીને સ્મશાને લઈ જવાઈ પરંતુ તેની લાશને આગ ચાંપવામાં આવે તે પહેલાં જ એક ચમત્કાર થયો હતો.

ડોક્ટરોએ કહ્યું મહિલા જીવતી છે

પરિવારના સભ્યોએ જેવી તેની લાશને મુખાગ્નિ ચાંપી કે તરત તેના શ્વાસ ચાલુ થઈ ગયા અને આ પછી બધાએ તેને ચિતા પરથી નીચે ઉતારાઈ અને હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં તપાસ કરીને ડોક્ટરોએ કહ્યું કે મહિલા જીવતી છે. હાલમાં મહિલાનું હાર્ટ અને કિડની સારી રીતે ચાલી રહી છે પરંતુ તેનું મગજ કામ કરતું બંધ થયું છે.

વધુ વાંચો : લો હવે જાવ આઘા! 'મેચ બાદ હાથ મિલાવાનો કોઈ કાયદો નથી' પાકિસ્તાનને BCCIનો સણસણતો તમાચો

આ ઘટનાને શું ગણવું?

આ ઘટના ડોક્ટરોની બેદરકારી અથવા તો ખરેખરો ચમત્કાર હોઈ શકે છે. ધર્મશાસ્ત્રો અનુસાર યમરાજાની પણ ભૂલ થઈ શકે છે, કોઈનું આયુષ્ય બાકી રહ્યું હોય તો આવો વ્યક્તિ મોત પછી પણ જીવતો થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

puri odisha national news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ