બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / લો હવે જાવ આઘા! 'મેચ બાદ હાથ મિલાવાનો કોઈ કાયદો નથી' પાકિસ્તાનને BCCIનો સણસણતો તમાચો

હેન્ડશેક વિવાદ / લો હવે જાવ આઘા! 'મેચ બાદ હાથ મિલાવાનો કોઈ કાયદો નથી' પાકિસ્તાનને BCCIનો સણસણતો તમાચો

Hiralal Parmar

Last Updated: 10:12 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પાક મેચમાં હેન્ડશેક વિવાદમાં હવે બીસીસીઆઈએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે.

એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પછી, 'નો હેન્ડશેક' વિવાદે જોર પકડ્યું છે. પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યા પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો ન હતો, આખી ભારતીય ટીમ સીધી ડ્રેસિંગ રૂમમાં ગઈ અને પાકિસ્તાનને તેમનું વર્તન ગમ્યું નહીં, જેના કારણે PCB એ નારાજગી વ્યક્ત કરી અને ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) અને ICC ને ફરિયાદ નોંધાવી હતી.

'મેચ બાદ ખેલાડીઓએ હાથ મિલાવવો જોઈએ' કોઈ નિયમ નથી

હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આમાં કંઈ ખોટું નથી. હકીકતમાં, બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે મેચ પછી વિરોધી ખેલાડીઓ સાથે હાથ મિલાવવો (હેન્ડશેક કોન્ટ્રોવર્સી નહીં) એ સદભાવનાનો સંકેત છે, કોઈ નિયમ નથી, રુલબુકમાં ક્યાંય પણ લખ્યું નથી કે મેચ બાદ ખેલાડીઓએ હાથ મિલાવવો જોઈએ.

બીસીસીઆઈએ શું લખ્યું?

બીસીસીઆઈએ લખ્યું કે જો તમે રુલ બુક વાંચો છો, તો એવું ક્યાંય લખ્યું નથી કે ખેલાડીઓએ દરેક મેચ પછી વિરોધી ટીમ સાથે હાથ મિલાવવા પડશે. આ ફક્ત રમતગમતની ભાવનામાં લેવાયેલું પગલું છે, વિશ્વભરના દેશોમાં અનુસરવામાં આવતો કાયદો નથી. અને જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોય છે, ત્યારે ભારતીય ટીમ પર હાથ મિલાવવા માટે કોઈ દબાણ કરી શકાતું નથી.

વધુ વાંચો : લોન લેવાની જરુર નહીં, સસ્તા ભાવમાં મળી રહ્યો છે iPhone 16 અને 16 Pro, મોટા ડિસ્કાઉન્ટનું એલાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરીને કરી હટાવાની માગ

ટીમ ઈન્ડિયા દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી એન્ડી પાયરોફ્ટને હટાવવાની માંગ કરી હતી. પીસીબીએ પાયરોફ્ટ પર આઈસીસી આચારસંહિતા અને એમસીસીની ક્રિકેટ ભાવના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે, અને એક સત્તાવાર ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કાર્યોને કારણે ભારતીય ટીમ રમતગમત પ્રત્યે અયોગ્ય વર્તન કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup Asia Cup 2025
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ