બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / લોન લેવાની જરુર નહીં, સસ્તા ભાવમાં મળી રહ્યો છે iPhone 16 અને 16 Pro, મોટા ડિસ્કાઉન્ટનું એલાન

તક ચૂકતા નહીં / લોન લેવાની જરુર નહીં, સસ્તા ભાવમાં મળી રહ્યો છે iPhone 16 અને 16 Pro, મોટા ડિસ્કાઉન્ટનું એલાન

Hiralal Parmar

Last Updated: 09:05 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્તામાં આઈફોન ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. તેઓ હવે ફ્લિપકાર્ટ બિગ સેલમાંથી સસ્તો આઈફોન ખરીદી શકો છો.

ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ 2025 શરૂ થવાનો છે અને આ વખતે આઇફોન ખરીદનારાઓ માટે એક મોટું સરપ્રાઇઝ છે. આ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો માટે તે 22 સપ્ટેમ્બરથી જ ખુલશે. દર વર્ષની જેમ, આ વખતે પણ સૌથી વધુ ચર્ચા સ્માર્ટફોન ડીલ્સની છે. ફ્લિપકાર્ટે iPhone 16 સિરીઝ માટે જબરદસ્ત ઑફર્સની જાહેરાત કરી છે, જેને જોઈને ખરીદદારોનો ક્રેઝ વધુ વધી ગયો છે.

iPhone 16 ની ખરીદી પર શાનદાર ડીલ્સ

બિગ બિલિયન ડેઝ સેલમાં iPhone 16 ની શરૂઆતની કિંમત ₹51,999 હશે. iPhone 16 માં 6.1-ઇંચ OLED ડિસ્પ્લે છે, જેમાં 1600 nits બ્રાઇટનેસ અને સિરામિક શિલ્ડ પ્રોટેક્શન છે. તેમાં A18 પ્રોસેસર અને 8GB RAM છે, જે Apple Intelligence ફીચર્સ સરળતાથી ચલાવે છે. કેમેરા સેટઅપમાં 48MP મુખ્ય કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2x ટેલિફોટો ઝૂમ છે. ફ્રન્ટમાં 12MP ટ્રુડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે.

iPhone 16 Pro અને Pro Max પર ભારે ડિસ્કાઉન્ટ

આ વખતે સેલમાં સૌથી મોટો ક્રેઝ iPhone 16 Pro અને 16 Pro Maxનો છે. Big Billion Days માં તેમની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. iPhone 16 Pro ની શરૂઆતની કિંમત ₹69,999 અને Pro Max ની કિંમત ₹89,999 હશે. આ બંને ફોન 2024 Apple લાઇનઅપના ફ્લેગશિપ મોડેલ છે અને આવનારા ઘણા વર્ષો સુધી સોફ્ટવેર અપડેટ્સ મેળવતા રહેશે. કેમેરા સેટઅપ પણ ખૂબ જ શક્તિશાળી છે. તેમાં 48MP પ્રાઇમરી સેન્સર, 48MP અલ્ટ્રા-વાઇડ અને 12MP ટેલિફોટો લેન્સ છે, જે 5x ઓપ્ટિકલ ઝૂમ પ્રદાન કરે છે. ફ્રન્ટ કેમેરા 12MP છે.

વધુ વાંચો : ટ્રમ્પે ભારત પર કેમ લગાડ્યો 50 ટકા ટેરિફ? સામે આવ્યું નવાઈનું કારણ, 'દુખ છે પેટમાં, કુટે માથું' જેવો ઘાટ!

સેલ ઓફર મર્યાદિત સમય માટે

ફ્લિપકાર્ટની આ ઑફર્સ મર્યાદિત સમય માટે જ છે. ઘણીવાર એવું બને છે કે સેલ શરૂ થયાના થોડા કલાકોમાં સ્ટોક ખતમ થઈ જાય છે અથવા કિંમતો બદલાઈ જાય છે. તો જો તમે iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક બિલકુલ ચૂકશો નહીં. જો તમે iPhone ખરીદવા માંગતા હો, તો Big Billion Days સેલમાં iPhone 16 Pro શ્રેણી તમારા માટે એક ફાયદાનો સોદો બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

flipkart big sale iPhone 16
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ