ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Naseeruddin shah shocking reaction he says now i do not get work in films what should i do

બોલીવુડ / ફિલ્મોમાં હવે મને કોઇ જ કામ નથી આપી રહ્યું, શું કરૂ: નસીરૂદ્દીન શાહ

Published By: Dhruv

Last Updated: 06:35 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે દિગ્ગજ કલાકાર નસીરૂદ્દીન શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અનેક વિસ્તારોમાં આપણે જોઇ રહ્યાં છીએ કે એક પોલીસ ઇન્સ્પેક્ટરનાં મોતથી વધારે મહત્વ ગાયનાં મોતને આપવામાં આવી રહ્યું છે. એવાં માહોલમાં આપણી ઓલાદોને વિશે વિચારીને મને ખૂબ ચિંતા થાય છે.

ADVERTISEMENT

Naseeruddin shah

નસીરને (Naseeruddin shah) પોતાનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચારે તરફથી ઘેરવામાં આવ્યાં છે. લોકોએ તેઓને દેશદ્રોહી (Traitor) કહીને દેશ છોડીને પાકિસ્તાન જવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે નસીરે પોતાનાં કામ સાથે જોડાયેલા મામલાઓ પર મોટું નિવેદન આપ્યું છે. નસીરે કહ્યું કે, હાલનાં દિવસોમાં તે મોટા પડદાં પરથી ગાયબ એટલાં માટે છે કેમ કે કોઇ પણ તેને કામ નથી આપી રહ્યાં.

Naseeruddin shah

નસીરને સવાલ કરવામાં આવ્યો કે શું કારણ છે કે આજ કાલ તે મોટા પડદાં પરથી ગાયબ છે, ફિલ્મોમાં દેખાતા નથી? શાહે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, 'શું કરું કે મને કોઇ કામ જ નથી આપતું.' જો કે જવાબ બાદ નસીર જોરથી હસે પણ છે. સવાલ ફરીથી કરવામાં આવ્યો કે શું હાલનાં દિવસોમાં મન અનુસાર રોલ નથી મળી રહ્યો અથવા તો આપને કોઇ સ્ક્રિપ્ટ પસંદ નથી આવી રહી?

નસીર કહે છે કે, 'ફ્રેન્કલી રીતે કહું તો બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તરફથી હાલનાં દિવસોમાં કોઇ ઇન્ટ્રેસ્ટિંગ ઑફર આવી નથી. છેલ્લાં 2 વર્ષોમાં મેં એક વેબ સીરીઝમાં કામ કર્યુ છે અને એક બાંગ્લા ફિલ્મ કલકત્તામાં કરી છે. તે સિવાય મેં કોઇ કામ નથી કર્યુ. મુંબઇમાં બનાવવામાં આવી રહેલ ફિલ્મો મને ખૂબ રસપ્રદ નથી લાગી રહી. ઇન્ટરનેટ સોશિયલ સાઇટ પર આપને વિશે લોકો વધારે અપશબ્દ લખે છે? જવાબમાં કહ્યું કે, 'જે લોકોની પાસે કોઇ કામ જ નથી તેઓ ફેસબુકમાં બેસીને મને ગાળો આપે છે, તેની તરફ કોઇ ધ્યાન ના આપે.'

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Naseeruddin Shah Traitor દેશદ્રોહી નસીરૂદ્દીન શાહ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ