બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / naresh patel will confirm his political entry before 20 april

રાજનીતિ / પાટીદાર અગ્રણી નરેશ પટેલ આ તારીખ પહેલા કરી શકે મોટું 'એલાન, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

Khyati

Last Updated: 10:26 AM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી અટકળોનો આવી શકે છે અંત, રાજકારણમાં જોડાવુ કે નહી તે અંગે નરેશ પટેલ કરશે જાહેરાત

  • નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો તેજ
  • 20 એપ્રિલ પહેલા નરેશ પટેલ જાહેરાત કરશે
  • રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે કરશે જાહેરાત

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હજી તો આ બધી અટકળો જ છે.  નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી. આપ, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય પાર્ટીઓના સંપર્કમાં છે. આ ત્રણેય પાર્ટીઓ સાથે બેઠકો કરી રહ્યા છે પરંતુ કયા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ કોઇ વાત સામે આવી નથી ત્યારે હવે ફરી એકવાર નરેશ પટેલ રાજકારણમાં જોડાવાની અટકળોએ વેગ પકડ્યો છે. 

20 એપ્રિલ પહેલા કરશે જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે,રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે ત્યારે  રાજકારણમાં એન્ટ્રીને લઇને 20 એપ્રિલ પહેલા નરેશ પટેલ જાહેરાત કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે.  રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે નરેશ પટેલ જાહેરાત કરશે. 15 એપ્રિલે સર્વેના પરિણામ બાદ કરી તેઓ જાહેરાત કરી શકે છે. એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કંઇક નવા જૂની થશે તે વાત નક્કી છે. મહત્વનું છે કે  નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને AAPના નેતાઓ સાથે બેઠકો કરી ચૂક્યા છે.


'રાજકારણમાં જોડાવવાનો હજુ સમય નથી આવ્યો.'

મહત્વનું છે કે  ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનોની બેઠક મળી હતી.  ત્યારે આ બેઠકને લઇને  નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, 'અનુસૂચિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઇ. દિલ્હી પ્રવાસને લઇને હજુ કંઇ જ નક્કી નથી. રાજકારણમાં જોડાવવાનો હજુ સમય નથી આવ્યો.'

સુરેશ બથવાર દ્વારા નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આગ્રહ

જો કે, બીજી બાજુ અનુસૂચિત સમાજના આગેવાન સુરેશ બથવાર દ્વારા નરેશ પટેલને રાજકારણમાં આવવા આગ્રહ કરાયો હતો.. સુરેશ બથવારનો નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટેનો આગ્રહ કરાયો હતોય. નરેશ પટેલે કહ્યું કે, 'નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય જેથી ગુજરાતને નવી દિશા મળે. ખાસ અમારો આગ્રહ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય.'

બેઠકમાં કોંગ્રેસ જિંદાબાદના નારા લાગ્યા હતા

મહત્વનું છે કે, કાગવડ ખોડલધામ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો સાથે નરેશ પટેલની મહત્વની બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન "તુમ આગે બઠો, હમ તુમ્હારે સાથે હે" ના નારા લાગ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ જિંદાબાદના નારા લાગ્યા હતા. તમામ આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવવા આહવાન કર્યું હતું. નરેશ પટેલ સાથે દલિત સમાજની બંધ બારણે બેઠક યોજાઇ હતી.

અનુસૂચિત સમાજના આગેવાનોએ માં ખોડલના દર્શન કર્યા હતાં. કેશોદના માજી ધારાસભ્ય પરબત ચાવડા, હમીર ધુલા તેમજ સુરેશ મકવાણા, માજી મેયર, કોર્પોરેટર સહિતના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જો કે, નરેશ પટેલના રાજકીય પ્રવેશની શક્યતા વચ્ચે બેઠકને લઇને હવે તર્કવિતર્ક પણ શરૂ કરાયા છે.

રાજકોટના સાંધ્ય દૈનિકે નરેશ પટેલને લઇને કર્યો હતો મોટો ઘટસ્ફોટ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા હતા. રાજકોટના સાંધ્ય દૈનિકે કરેલા ઘટસ્ફોટ મુજબ કોંગ્રેસ-આપનું જોડાણ થઈ શકે છે.

રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે તેવા તબક્કે નવી જ રાજકીય ફોર્મ્યુલા આકાર પામી રહી હોવાના આધારભૂત સંકેતો મળ્યા છે. જે મુજબ કોંગ્રેસ અને ‘આપ’ ચૂંટણી જોડાણ કરે અને નરેશ પટેલ તેનો સંયુક્ત ચહેરો જાહેર થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ