ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મેં ક્યારેય કીધું કે મારે મહંત થાવું છે?' સતાધાર ધામના વિવાદ પર નરેન્દ્ર સોલંકીનો ખુલાસો

રાજકોટ / 'મેં ક્યારેય કીધું કે મારે મહંત થાવું છે?' સતાધાર ધામના વિવાદ પર નરેન્દ્ર સોલંકીનો ખુલાસો

Last Updated: 03:21 PM, 5 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતાધાર ધામનાં વહીવટનાં વિવાદ અંગે નરેન્દ્ર સોલંકીએ પોતાનાં પત્ર અંગે સ્પષ્ટતા કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, વિજય બાપુને મે જ પત્ર લખ્યો હતો. જીવરાજબાપુનાં વારસદાર તરીકે પત્ર લખ્યો હોવાની વાત હતી. તેમજ નરેન્દ્ર સોલંકીએ પોતાને ટ્રસ્ટી બનાવવાની વાત કરી હતી.

ADVERTISEMENT

જુનાગઢના સતાધાર મંદિરનાં મહંતને બદનામ કરવાનો કેસ મામલે સતાધાર ધામનાં વહીવટમાં ઘૂસવા ભાજપના નેતા નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો. નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુને લખેલો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 22 ડિસેમ્બર 2024 ના દિવસે લખાયેલો પત્ર વાયરલ થયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમજ પત્રમાં સતાધાર ટ્રસ્ટ તેમજ ગૌશાળા ટ્રસ્ટમાં પોતાને સામેલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જીવરાજબાપુના વારસદાર તરીકે નરેન્દ્ર સોલંકીએ પોતાને સ્થાન મળે તેવી માંગ કરી હતી. સતાધારનાં વહીવટ માટે 10 મોટી જગ્યાના મહંતોના નામ લખી તેમને સામેલ કરવા જણાવ્યું હોવાનો ખુલાસો થયો હતો.

આ વિવાદ સત્તાધારની જગ્યાનો નથીઃ નરેન્દ્ર સોલંકી

સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની એન્ટ્રીને લઈ મોટો ખુલાસો થયો છે. આપા ગીગા ઓટલોનાં મહંત નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો. સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીએ ટ્રસ્ટ્રી બનવા પત્ર લખ્યો હતો. સતાધાર ટ્રસ્ટ અને ગૌશાળામાં ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો હતો. પત્રમાં 11 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિવાદ સત્તાધાર વિવાદનો છે નહી. આ વિવાદ વિજય ભગત, ગીતા બહેન અને શ્રદ્ધાળુઓ વચ્ચે છે. આ વિવાદ સત્તાધારની જગ્યાનો નથી.

વધુ વાંચોઃ વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા પર લાગી શકે પ્રતિબંધ, શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન

વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપો થાય છેઃ નરેન્દ્ર સોલંકી

નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, જે પત્ર વાઈરલ છે તે મારા દ્વારા લખવામાં આવ્યો છે. લોકોએ જેમની પર આક્ષેપો થયા છે. તો બીજા કોઈએ આ મામલે જવાબ આપવો જોઈએ નહી. ગીતા બહેને મળવા માટે મને ફોન કર્યો હતો. તમારી દીકરી છું તેમ કહી મળવા માટે બોલાવ્યા હતા. વિજય ભગતે મારો ઘણો ગેરઉપયોગ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Administration of Satadhar Dham Narendra Solanki Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ