બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં હવસ ઉપડતાં ભારાડી બન્યો ભૂવો, દેવળમાં ગોંધી રાખીને સગીરાને પીંખી નાખી, મચી ચકચાર
Last Updated: 11:45 AM, 11 October 2025
વલસાડ (કપરાડા): અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાના અંધારામાં માનવતા ફરીથી શર્માશાર બની છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક નિષ્ઠુર ભુવાએ ભૌતિક તકલીફોથી પીડાતા એક બાળા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ADVERTISEMENT

નરાધમ ભુવાએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
ADVERTISEMENT
માહિતી અનુસાર, સંબંધિત પરિવારજનો પોતાની સગીર દીકરીને તબિયત ખરાબ હોવાથી સારવાર માટે એક સ્થાનિક ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ સારવારના બહાને બાળકીને ત્રણ દિવસ સુધી દેવળમાં રાખી અને પછી માતા-પિતાને ઘરે મોકલી દીધા બાદ બાળકીને ભુવાએ પોતાના ઘરે રાખી હતી.

ADVERTISEMENT
એકાંત જગ્યાએ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું
સાંભળીને હ્રદય દ્રવી જાય એવી હકીકત એ છે કે, ત્યારબાદ ભુવાએ બાળકીને જંગલ વિસ્તારમાં એકાંત જગ્યાએ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું. ઘટના સામે આવતાં, સગીરાની માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તરતજ કાર્યવાહી કરતા આરોપી ભુવાને ધરપકડ કરી હતી અને આગળની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

અનેક સવાલો ઊભા થાય છે
ADVERTISEMENT
આ ઘટનાએ સમાજમાં અંધશ્રદ્ધા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઘાતક અજ્ઞાનતાના કારણે આવા ભુવાઓને અવાંછિત હક્ક આપવામાં આવે છે. જેનો દુષ્પરિણામ આવી દુર્ઘટનાઓ રૂપે સામે આવે છે.
વધુ વાંચોઃ બનાસ ડેરીના ચૂંટણી પરિણામમાં બળવો કરનાર ઉમેદવારની શરમજનક હાર, અમરતજીએ ડંકો વગાડ્યો
ADVERTISEMENT
આવો એક જવાબદાર સમાજ ઘડીએ...
જરૂર છે કે સમાજમાં જાગૃતિ લાવવામાં આવે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઢોંગી લોકોને આવી ઘટનાઓ બને છે. આવા નરાધમ સામે કડક કાયદાકીય કાર્યવાહી તેમજ સામાજિક સ્તરે પણ આવા અંગત સ્વાર્થમાં માનવતાનું શોષણ કરતા તત્ત્વો સામે અવાજ ઊઠાવવો અતિ આવશ્યક બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.