બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસ ડેરીના ચૂંટણી પરિણામમાં બળવો કરનાર ઉમેદવારની શરમજનક હાર, અમરતજીએ ડંકો વગાડ્યો

પરિણામ / બનાસ ડેરીના ચૂંટણી પરિણામમાં બળવો કરનાર ઉમેદવારની શરમજનક હાર, અમરતજીએ ડંકો વગાડ્યો

Vishal Khamar

Last Updated: 11:23 AM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસ ડેરીની દાંતા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થવા પામ્યું છે. દાંતા બેઠક પર મેન્ડેડ ધારી ઉમેદવારની ભવ્ય જીત થવા પામી છે. બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં 16 માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી.

બનાસ ડેરીની નિયામક મંડળ માટે યોજાયેલી દાંતા બેઠકની ચૂંટણીમાં મેન્ડેટધારી ઉમેદવાર અમરતજી ઠાકોર વિજયી થયા છે. કુલ 85માંથી 55 મત મેળવી અમરત ઠાકોરે સ્પષ્ટ બહુમતીથી જીત નોંધાવી છે, જયારે બળવો કરનાર ઉમેદવાર દિલીસિંહ બારડને પરાજયનો સામનો કરવો પડ્યો.

આ જીત સાથે શંકર ચૌધરીના નેતૃત્વવાળી પેનલનું બંધબેસતું પ્રદર્શન જોવા મળ્યું છે. નોંધનીય છે કે, બનાવેલી 16 બેઠકોમાંથી અગાઉ 15 બેઠકો બિનહરીફ રહી હતી, જેમાં શંકર ચૌધરીના સમર્થકોનો દબદબો રહ્યો હતો. માત્ર દાંતા બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં પણ શંકર ચૌધરીના પક્ષના ઉમેદવારે વિજય મેળવી અંતે તમામ 16 બેઠકો તેમના કબ્જામાં આવી ગઈ છે.

100% મતદાન થયું

બનાસ ડેરીની પ્રતિષ્ઠિત દાંતા બેઠક માટે ગઈકાલે યોજાયેલી ચૂંટણીએ ખૂબ જ રસપ્રદ વળાંક લીધો છે. આજે સવારે 9 વાગ્યાથી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી શરૂ થઈ હતી. ચૂંટણીમાં 100% મતદાન થયું હતું. દાંતા વિભાગના કુલ 85 મતદારોમાંથી દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેનાથી સ્પર્ધાની તીવ્રતા સ્પષ્ટ થાય છે.

16 બેઠકોમાંથી 15 પર ઉમેદવારો બિનહરીફ

આ બેઠક માટે ભાજપના મેન્ડેડધારી અમરતજી ઠાકોર અને વર્તમાન ડિરેકટર દિલીપસિંહ બારડ વચ્ચે કાઠાની ટક્કર જોવા મળી હતી. બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 15 પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલા હોવા છતાં દાંતા બેઠક પર ટક્કર થઈ હતી.

આ પણ વાંચોઃ પ્રેમને પામવા પ્રેમીએ પ્રેમિકા સહિત માસૂમને પેપર કટરથી પતાવી દીધા, સુસાઈડ નોટે તો હચમચાવી દીધા

મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને ઉમેદવારોના સમર્થકો પણ મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં એકઠા થવાના અણસાર મળ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banas Dairy Election Result Danta Seat Election Result Banas Dairy Election
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ