બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રેમને પામવા પ્રેમીએ પ્રેમિકા સહિત માસૂમને પેપર કટરથી પતાવી દીધા, સુસાઈડ નોટે તો હચમચાવી દીધા

ચેતવતો કિસ્સો / પ્રેમને પામવા પ્રેમીએ પ્રેમિકા સહિત માસૂમને પેપર કટરથી પતાવી દીધા, સુસાઈડ નોટે તો હચમચાવી દીધા

Vishal Khamar

Last Updated: 10:38 AM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાણંદના લોદરિયામાં સામૂહિક આપઘાતની ઘટનામાં મોટો ખુલાસો થવા પામ્યો છે. ચાંગોદર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Ahmedabad News : સાણંદના લોદરિયામાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંત આવ્યો છે. પ્રેમીએ પહેલા પ્રેમિકા ગીતા વાણિયા અને તેની 2 વર્ષની દીકરી દેવાંશીની હત્યા કરી હતી. જે બાદ પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકાએ પેપર કટરથી બંનેની હત્યા કરી. બંનેની હત્યા કરીને પ્રેમી રણછોડ પરમારે પણ આપઘાત કરી લીધો હતો.

સ્યુસાઇડ નોટમાં પ્રેમસંબંધનો ઉલ્લેખ

પોલીસને પ્રેમી પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પ્રેમસંબંધનો ઉલ્લેખ કર્યો છે.પ્રેમિકા ગીતાબેન અને તેના પતિ દિનેશ વચ્ચે છુટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી. પ્રેમીનો પણ તેની પત્ની સાથે ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે. એકલા ભાડે રહેતા પ્રેમી સાથે રહેવા માટે પ્રેમિકા અને દીકરી આવી હતી. પ્રેમિકાનો અન્ય કોઇ વ્યક્તિ સાથે પણ પ્રેમસંબંધ હોવાની શંકાએ હત્યા કરી છે. ઘટનાની જાણ થતા SP, FSL, મામલતદાર સહિતની ટીમે ઘટનાસ્થળે જઇને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક એક ગંભીર અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. લોદરિયાદ ગામની હદમાં ખોડલ હોટલ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. જો કે મૃતદેહોની સ્થિતિ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હત્યાના એંગલથી પણ તપાસ ચલાવી રહી છે.

મૃતકના ગળા પર છરીના ઘાથી આપઘાત કે હત્યાનું ઘેરાતું રહસ્ય

પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામૂહિક આપઘાતની લાગે છે જો કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓએ તપાસની દિશા બદલી શકે છે. મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળતા પોલીસ હવે હત્યાના એંગલથી પણ તપાસ કરવા લાગી છે. જેથી બનાવ સામુહિક આપઘાત અથવા માસ મર્ડરનો પણ હોય તેવું બની શકે છે. ત્યાર બાદ તેને આપઘાતનો રંગ આપવામાં આવ્યો હોય તેવું પણ બની શકે છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ VIDEO : જાસ્મીન બાદ હવે કોણ છે Hardik ની રુમર્ડ ગર્લફ્રેન્ડ, કરવા ચોથ પર જ સાથે દેખાયા

પોલીસને 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી, નાયબ મામલતદાર અને FSLની ટીમ તત્કાલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટ પરથી અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા છે. પોલીસે હાલમાં સુસાઇડ નોટને એફએસએલને સોંપી છે. આ ઉપરાંત તેમાં લખેલા લખાણનાં આધારે તપાસ પણ શરૂ કરી છે કે, જેથી મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી જેવી બાબતો જાણી શકાય.

પોલીસનાં ધાડેધાડા ખડકી દેવાયા

પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. FSL દ્વારા ઘટનાસ્થળ પરથી જરૂરી સેમ્પલ અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ સમગ્ર મામલે કંઇક મોટો ઘટસ્ફોટ થાય તેની શક્યતા પણ નકારી નથી રહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shocking case , whether the entire family committed suicide Lodriyal village
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ