બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : જાસ્મીન બાદ હવે કોણ છે Hardik ની રુમર્ડ ગર્લફ્રેન્ડ, કરવા ચોથ પર જ સાથે દેખાયા
Hardik Pandya Mahieka Sharma: હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને મીડિયામાં છવાયેલો રહે છે. પહેલી પત્ની નતાશાથી અલગ થયા પછી, હાર્દિકનું નામ મોડેલ જાસ્મીન વાલિયા સાથે જોડાયું હતું. નતાશાથી છૂટાછેડા લીધા પછી પંડ્યા જાસ્મીનને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જો કે, હવે એવું લાગે છે કે તેનું જાસ્મીન સાથે બ્રેકઅપ થઈ ગયું છે.
ADVERTISEMENT
મુંબઈ: કરવા ચોથના દિવસે હાર્દિક પંડયા રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે થયો સ્પોટ, જુઓ VIDEO#HardikPandya #MumbaiAirport #TeamIndia #CricketStar #IndianCricket #HardikPandyaSpotted #BollywoodMumbai #AirportDiaries #MumbaiNews #CelebritySpotting #SportsNews #IndiaSports… pic.twitter.com/sySrXBvPBd
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2025
ADVERTISEMENT
ભારતીય ઓલરાઉન્ડર ક્યારેક તેની ઘડિયાળ માટે તો ક્યારે તેની હેર સ્ટાઈલ માટે મીડિયામાં ચર્ચામાં રહે છે, જો કે આ વખતે ક્રિકેટર તેના રુમર્ડ ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં આવ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર હવે મોડેલ સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. થોડા સમય પહેલા જ હાર્દિક પંડ્યાને તેના ઇન્સ્ટાગ્રામ પર નવી ગર્લફ્રેન્ડ સાથે દેખાયાનો દાવો કર્યો હતો.

ADVERTISEMENT
હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડનું નામ માહિકા શર્મા છે જે દિલ્હીની રહેવાસી છે. તેની નેટવર્થ કરોડો રુપિયામાં છે. માહિકા એક મોડલ છે અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ફેમસ છે. માહિકાએ દિલ્હીમાંથી તેનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. માહિકાએ ઈકોનોમિક્સ અને ફાઈનાન્સની ડિગ્રી પણ મેળવી છે.
ADVERTISEMENT
હવે એક વીડિયો સામે આવ્યો છે જેના બાદ બંને વચ્ચે ડેટિંગ હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. આ વખતે હાર્દિક પંડ્યા તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેનાથી બંને વચ્ચેના સંબંધની અફવાઓ વધુ જોર પકડ્યું છે.હાર્દિક અને માહિકાને સાથે જોઈને સોશિયલ મીડિયા પર કમેન્ટનો વરસાદ શરુ થઈ હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : Video: 22 વર્ષીય ભારતીય બૉલરે એક જ હાથે એવો કેચ પકડ્યો, કે ખુદ અમ્પાયર જોતા રહી ગયા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ તેમના સંબંધોને લઈને ખુલીને વાત કરી નથી. અફવાઓ વચ્ચે બંને પહેલીવાર જાહેરમાં દેખાયા છે. હાર્દિકે મહિકાને આગળ જવાનું કહ્યું હતું અને પાપારાઝીની સામે ફોટા પાડવા માટે રોકાયા પણ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.