બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Video: 22 વર્ષીય ભારતીય બૉલરે એક જ હાથે એવો કેચ પકડ્યો, કે ખુદ અમ્પાયર જોતા રહી ગયા
Last Updated: 09:28 AM, 10 October 2025
ICC Women's World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 રમી રહી છે. ટીમ ઇન્ડિયાએ ટુર્નામેન્ટની પહેલી બે મેચ સરળતાથી જીતી લીધી, જ્યારે 9 ઓક્ટોબરના રોજ સાઉથ આફ્રિકાની મહિલા ટીમની સામે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 251 રન બનાવ્યા હતા, જ્યારે સાઉથ આફ્રિકાએ માત્ર 48.5 ઓવરમાં 252 રન બનાવીને મેચ જીતી લીધી. આ મેચમાં ટીમ ઇન્ડિયાની 22 વર્ષીય ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડે પોતાની જ બોલિંગમાં એક એવો શાનદાર કેચ પકડ્યો કે જેને જોઇને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. આ કેચની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. ગૌડના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહિલા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ ખૂબ જ પ્રભાવશાળી રહી છે, અને ક્રાંતિનો આ કેચ ચોક્કસપણે ટુર્નામેન્ટના બેસ્ટ કેચમાંથી એક માનવામાં આવશે. સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામેની મેચમાં, ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને 49.5 ઓવરમાં 251 રન બનાવ્યા. જવાબમાં, આફ્રિકન ટીમની ઓપનિંગ જોડી લૌરા વોલ્વાર્ડ અને તાજમિન બ્રિટ્સ આ ટાર્ગેટનો પીછો કરવા મેદાન પર આવી. ટીમ ઇન્ડિયાની ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડે ત્રીજી ઓવરમાં જ આ ભાગીદારી તોડી દીધી.
ADVERTISEMENT
CATCH OF THE TOURNAMENT - KRANTI GAUD...!!! 🤯 pic.twitter.com/o2hhZehQ75
— Johns. (@CricCrazyJohns) October 9, 2025
ક્રાંતિ ગૌડે ફેંકેલા ત્રીજા ઓવરના બીજો બોલ પર તાજમિન બ્રિટ્સે આગળ તરફ આવીને સીધો રમવાનો પ્રયાસ કર્યો. દરમિયાન બોલ તાજમિનના બેટ પર વાગ્યો અને પાછો ક્રાંતિના ડાબા હાથ તરફ હવામાં જઈ રહ્યો હતો, જેને ક્રાંતિએ તેના ડાબા હાથેથી કેચ કરી લીધો. તેના આ કેચને જોઇને તાજમિન પણ ચોંકી ગઈ તો ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત બાકીના ખેલાડીઓ પણ ચોંકી ગયા. તાજમિન ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પાછી ફરી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ICCએ ક્રાંતિના અદ્ભુત કેચનો વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો, પરંતુ તે પહેલાં જ તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રૌનક કપૂરે પણ આ કેચને ખાસ બનાવી દીધો. તેમણે ક્રાંતિના આ કેચને "હેન્ડ ઓફ ગોડ" કહીને ચાહકોને મારાડોનાના ઐતિહાસિક પરાક્રમની યાદ અપાવી દીધી.
આ પણ વાંચો: ઋચા ઘોષ ફક્ત 4 સેન્ટિમીટરથી સદી ચૂકી, તો પણ પોતાના નામે કર્યો વર્લ્ડ રેકોર્ડ
ADVERTISEMENT
ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને 251 રન બનાવ્યા. રિચા ઘોષે ટીમ માટે શાનદાર રમત રમતા 77 બોલમાં 94 રન બનાવ્યા. તેની ઇનિંગ દરમિયાન, તેને 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ટીમનો અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. ટાર્ગેટનો પીછો કરતા, સાઉથ આફ્રિકાએ માત્ર 48.5 ઓવરમાં 252 રન બનાવીને મેચ જીતી લીધી. સાઉથ આફ્રિકા માટે નાદીન ડી ક્લર્કે સૌથી વધુ 54 બોલમાં 84 રન બનાવ્યા. ક્લો ટ્રાયોને 66 બોલમાં 49 રન બનાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.