ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માત્ર કાગળ પર કામ દેખાડી કોન્ટ્રાક્ટરોએ કરોડો રૂપિયા કર્યા ઘરભેગાં, 'નલ સે જલ' યોજના વિવાદમાં

VTV રિયાલિટી ચેક / માત્ર કાગળ પર કામ દેખાડી કોન્ટ્રાક્ટરોએ કરોડો રૂપિયા કર્યા ઘરભેગાં, 'નલ સે જલ' યોજના વિવાદમાં

Last Updated: 10:32 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન્ટ્રાક્ટર્સે માત્ર કાગળ પર કામ દેખાડીને કરોડો રૂપિયા ઘરભેગા કર્યા હોવાનું સામે આવ્યું છે. .VTVNEWSની ટીમે સંતરામપુર અને લુણાવાડાના બે ગામમાં રિયાલિટી ચેક કર્યુ હતું.

ADVERTISEMENT

મહીસાગર જિલ્લાના 616 ગામમાં નલ સે જલ યોજનામાં 250 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું વાસ્મો યુનિટની તપાસમાં સામે આવ્યું છે.. કોન્ટ્રાક્ટર્સે માત્ર કાગળ પર કામ દેખાડીને કરોડો રૂપિયા ઘરભેગા કર્યા હોવાનું સામે આવ્યું છે. .VTVNEWSની ટીમે સંતરામપુર અને લુણાવાડાના બે ગામમાં રિયાલિટી ચેક કર્યુ હતું.. જેમાં નાનલસાઇ ગામની મુલાકાત કરતા કૌભાંડીઓની હકીકત સામે આવી.ગામમાં આજ સુધીમાં પાણી પહોચ્યું નથી.એજન્સીઓએ જૂની લાઇનને નવી બતાવીને પૈસા ઉપાડી લીધા છે.યોજના હેઠળ નખાયેલી પાઇપ પણ છૂટી પડી ગઇ છે..

ગામલોકોને આજે પણ પાણી માટે કૂવા અને હેન્ડપંપનો સહારો લેવો પડી રહ્યો છે.તો લુણાવાડાના વાંટા ગામની પણ આવી જ સ્થિતિ છે.ગામના ત્રણ ફળિયામાં પાઇપલાઇન નખાઇ જ નથી.તો પાણી મળવાનો પ્રશ્ન તો ઉભો થતો જ નથી.જિલ્લામાં કોન્ટ્રાક્ટર્સ, એજન્સી, અધિકારી, પદાધિકારીઓ સૌ કોઇએ મળીને ગરીબ પ્રજાના હકના પૈસાથી ખિસ્સા ભર્યા છે..વિજિલન્સ વિભાગના અધિક્ષક ઈજનેરે તૈયાર કરેલા અહેવાલમાં વાસ્મો અધિકારી, 7 ટેક્નિકલ અને મિકેનિકલ આસિસ્ટન્ટ મેનેજર, 11 કરાર આધારિત કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઇ છે...

આગામી સમયમાં આ મહા કૌભાંડમાં ગેરરીતિ આચરનાર એજન્સીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લાના 714 ગામોની પાણી સમિતિઓના સભ્યો, સરપંચો, તલાટીઓ અને 111 ખાનગી કોન્ટ્રાક્ટરોની એજન્સીઓએ ભેગા મળીને આ કૌભાંડ આચર્યું હતું. અંદાજે અઢીસો કરોડના આ કૌભાંડમાં અત્યારસુધી 110 કરોડ જેટલી રકમ વસુલી લેવાઈ છે જ્યારે રૂપિયા 123 કરોડ રાજ્ય સરકાર ના આ કૌભાંડીઓ દબાવી બેઠા છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 ટાપુઓ પર મૂકાયો પ્રતિબંધ, સહેલાણીઓ વાંચી લેજો જાહેરનામું

આ કૌભાંડને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ગામડાની પ્રજાને પીવાનાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. નલ સે જલ યોજનાનાં કામો માં સરકાર નાં અંદાજે 123 કરોડ રૂપિયાનું કૌભાડ કરનારા અગાઉના વાસ્મો કચેરીના યુનિટ મેનેજર અને કર્મચારીઓ સામે વડોદરા સી આઈ ડી ક્રાઈમ મા ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ઇજારદાર કૌભાંડકારીઓ સામે હજી કોઈપણ પ્રકાર ની આકરી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Funds Misused Corrupt Contractors and Officials Massive Water Supply Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ