ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ 5 ટાપુઓ પર મૂકાયો પ્રતિબંધ, સહેલાણીઓ વાંચી લેજો જાહેરનામું
Last Updated: 08:25 AM, 24 July 2025
ADVERTISEMENT
ગીર સોમનાથમાં 5 ટાપુઓ પર એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દેવાયો છે.. જિલ્લા અધિક કલેકટરે આ ટાપુઓ પર એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે ટાપુઓ પર જવા પર પ્રતિબંધ મુકાયો છે તે ટાપુઓ માનવ વસાહત વિનાના છે. સિમર ભેંસલા આઈલેન્ડ, સિમર ભેંસલા રોક પર જવા માટે પ્રતિબંધ મુકી દેવાયો છે. સરખડી વિસ્તાર રોક, સૈયદ રાજપરા રોક અને માઢવાડ ભેસલા ટાપુઓ પર જવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. બે મહિના સુધી આ ટાપુઓ પર ગેર કાયદે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
ADVERTISEMENT
માનવ વસાહત વિનાના આવા ટાપુઓ પર અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃતિઓને સહેલાઇથી અંજામ આપતા હોય છે, જેને પગલે આવા ટાપુઓ પર એન્ટ્રી પર પ્રતિબંધ મુકાતો હોય છે.
આ પણ વાંચોઃ યોગ કર્યા બાદ યોગગુરૂને જ આવ્યો હાર્ટ એટેક, ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડ્યાં
ADVERTISEMENT
અગાઉ ગત માર્ચ મહિનામાં આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકામાં 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામા આવી હતી.. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા નિર્જન ટાપુઓ પર સુરક્ષાને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો હતો..તે સમયે દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી મે મહિનાના અંત સુધી આ ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ મુકાયો હતો. . દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરી જમીન હડપનારા અસમાજિક તત્ત્વોને રોકવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT