બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

VTV / ગુજરાત / Nadinath Mahadev resides in Mahisagar

દેવ દર્શન / ગુજરાતનું એવું મહાદેવ મંદિર જે બારેમાસ પાણીમાં રહે છે ગરકાવ, નાવડીના સહારે ગુફામાં જઈ કરવા પડે છે દર્શન

Dinesh

Last Updated: 07:33 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: નદીનાથ મહાદેવ દર્શનાર્થીઓને મનોવાંછીત ફળ આપે છે. જે દંપતી સંતાનની આશા લઈ આવે તો મહાદેવ તેમને સંતાન પ્રાપ્તિનુ વરદાન આપે છે

મહીસાગર જિલ્લામાં હરીયાળી ચાદરો પાથરી હોય તેવા લીલાછમ ડુંગરોની હારમાળા વચ્ચે વિશાળ કડાણા ડેમ નજીક કુદરતી સૌંદર્ય વચ્ચે અતિ રમણીય અને પૌરાણિક નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે. મહાદેવજીનુ મંદિર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા આદીવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. કડાણા ડેમનુ નિર્માણ થયુ ત્યારે મુખ્ય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયુ હતુ. એટલે ડેમની બાજુમાં બીજા મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. 

મહીસાગરના લીલાછમ ડુંગરોમાં બિરાજમાન નદીનાથ 
નદીનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે. મહાદેવજીનુ મંદિર અંદાજીત 850 વર્ષ પહેલાનું છે. પહેલા મંદિર ડેમના પાછળના ભાગે હતું. 1960 માં કડાણા ડેમનું નિર્માણ થતા મુખ્ય નદીનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. એટલે ડેમની બાજુમાં નદીનાથ મહાદેવના બીજા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ડેમની મધ્યે પાણીમાં પથ્થરના ડુંગરની ગુફામાં બિરાજમાન મહાદેવ મંદિર બારેમાસ પાણીમાં જ ગરકાવ રહે છે. કોઈ ઉનાળામાં ડેમનું જળ સ્તર ઘટે ત્યારે તે વર્ષે મંદિરના દ્વાર ખુલે છે અને મહાદેવજીના દર્શન શક્ય બને છે. ગુફા મંદિરના દ્વાર ખુલતા જ ભક્તો હોડીમાં બેસીને મહાદેવના દર્શને ઉમટે છે અને ડેમની મધ્ય હર હર મહાદેવના નાદથી આખું વાતવરણ શિવમય બની જાય છે. 

આદીવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર  નદીનાથ મંદિર
મંદિરે દરેક સમાજના લોકો દર્શન કરવા આવે છે. પોતપોતાની રીતે માનતા રાખતા ભાવિકોની આસ્થાનુ કેન્દ્ર છે. ભાવિકોની માનતા પૂર્ણ થતા જ તેઓ મંદિરે આવી મહાદેવજીના ચરણે શીશ ઝુકાવે છે. નદીનાથ મહાદેવ મંદિર કડાણાથી એક કિલોમીટર દૂર ઘોડીયાર ખાતે સ્થિત ટેકરી પર બનાવવામાં આવ્યું છે. મંદિરે દર શિવરાત્રી, નવરાત્રી અને મહી પૂનમના દિવસે વિશાળ મેળો ભરાય છે. મેળામાં આસપાસના અને આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

કડાણા ડેમના નિર્માણ સમયે મુખ્ય મંદિર પાણીમાં ગરકાવ
નદીનાથ મહાદેવ દર્શનાર્થીઓને મનોવાંછીત ફળ આપે છે. જે દંપતી સંતાનની આશા લઈ આવે તો મહાદેવ તેમને સંતાન પ્રાપ્તિનુ વરદાન આપે છે. મહાદેવ ભક્તોની તમામ ઈચ્છા પૂર્ણ કરતા હોવાથી લોકોની આ મંદિર સાથે અનેરી આસ્થા જોડાયેલી છે. સલીલાછમ વન વચ્ચે સ્થિત અતિ રમણીય નદીનાથ મહાદેવનું આ મંદિર જમીનથી 500 મીટર ઊંચાઈ પર આવેલું છે. મંદિર પરિસરમાં નવદુર્ગા અને નવગ્રહ મંદિર આવેલું છે. આજુબાજુના લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન એક જ જગ્યાએ એક સાથે કરી શકે તે માટે મંદિરમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે.

શ્રદ્ધા આસ્થાનું મુખ્ય કેન્દ્ર
મહાદેવજીના મંદિરની આસપાસ હરીયાળા જંગલમાં પુષ્કળ પ્રમાણમાં બીલી વૃક્ષો છે. મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. અને શનિદેવતા પણ બિરાજમાન છે. ભાવિકો શનિદેવને તેલ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. 10 કિલોમીટર દૂરથી પણ લોકો દર્શન કરી શકે તેવી મહાદેવજીની 60 ફૂટ ઊંચી પ્રતિમા મંદિરના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. કડાણા મહીસાગર નદીની પાસે આવેલુ મહાદેવજીનુ મંદિર ભાવિકોની શ્રદ્ધા આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. મહી પૂનમે દર્શનાર્થીઓ પગપાળા મંદિરે મહાદેવજીને માથું ટેકવા આવે છે.

વાંચવા જેવું: ઝાલા વિરમદેવની શૌર્યગાથાનો બોલતો પુરાવો છે ગુજરાતનું આ મંદિર, પશુધનના દુઃખ દર્દ કરે છે ગાયબ

      મંદિરની બાજુમાં વિશાળ ઘંટ મૂકવામાં આવ્યો છે જેનો અવાજ એક થી દોઢ કિલોમીટર સુધી સંભળાય છે. મંદિર પાસે માનસરોવરનું જળ લાવી માનસરોવર જેવું જ સરોવર બનાવવામાં આવ્યું છે. ભાવિકો સરોવરમાં જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે. આસ્થાનું  કેન્દ્ર બનેલુ નદીનાથ મહાદેવ મંદિર આસ્થા અને ભક્તિની સાથે કુદરતી સૌંદર્યના પણ દર્શન કરાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ