બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / temple of Jhala Viramdev is situated on a hill in Adpodara village

દેવ દર્શન / ઝાલા વિરમદેવની શૌર્યગાથાનો બોલતો પુરાવો છે ગુજરાતનું આ મંદિર, પશુધનના દુઃખ દર્દ કરે છે ગાયબ

Dinesh

Last Updated: 07:33 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dev Darshan: અડપોદરા ગામે ડુંગર ઉપર ઝાલા વિરમદેવનું મંદિર આવેલું છે. વિરમદેવના મંદિરે આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી ભાવિક ભક્તો નિયમિત દર્શન કરવા આવે છે

ગૌ માતાના રક્ષણ માટે ભારત વર્ષમાં સૌથી જાણીતું નામ ખેડા જિલ્લામાં ફાગવેલના ભાથીજી મહારાજનું આવે છે. તેમણે વિક્રમ સંવત 1600 માં મુગલ સલ્તનત સામે પોતાનું માથું કપાવી ગૌમાતાનું રક્ષણ કર્યું હતું, તેનાથી પણ જુનો ઇતિહાસ સાબરકાંઠામાં હિંમતનગરના અડપોદરા ગામનો છે. જ્યાં વિક્રમ સંવત 1542માં ઝાલા વિરમદેવે ગૌ માતાના રક્ષણ માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતુ. વર્તમાન સમયમાં ગૌમાતા સહિતના પશુધન અને કોઈપણ વ્યક્તિને તકલીફ થાય કે કોઈ સમસ્યા આવે તો ભાવિકો પોતાના દુઃખ દર્દ  ઝાલા બાવજીના મંદિરે આવી દૂર કરે છે.

હિંમતનગરમાં અડપોદરા ગામે ઝાલા વિરમદેવનું મંદિર
સાબરકાંઠાના હિંમતનગરમાં અડપોદરા ગામ આવેલું છે. અડપોદરા ગામે ડુંગર ઉપર ઝાલા વિરમદેવનું મંદિર આવેલું છે. વિરમદેવના મંદિરે આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી ભાવિક ભક્તો નિયમિત દર્શન કરવા આવે છે. ક્ષત્રિય કુળમાં જન્મ લેનારા ઝાલા વિરમદેવ હાલ મંદિર છે તે સ્થળે શહીદ થયા હતા. ગૌમાતાની રક્ષા માટે પોતાનું શીશ કપાવી ગૌમાતાના ધણને મોગલ સલ્તનત પાસેથી આબાદ છોડાવી પરત લાવ્યા હતા. સમગ્ર ઘટના દરમિયાન વિરમદેવનું મોત થયું હતું. કાળક્રમે વિવિધ લોકોને પરચા આપી આ સ્થળ પર પ્રગટ થઈ લોકોને પડી રહેલી સમસ્યાઓ તેમજ દુઃખ દર્દમાંથી દૂર થવા માટે એક આશા જન્માવી છે. હિંમતનગર સહિત આસપાસના મોટાભાગના વિસ્તારોમાં ઝાલા વિરમદેવની પ્રસિદ્ધિ અનોખી છે. આજના તબક્કે પણ કોઈપણ વ્યક્તિને પોતાના પશુધન માટે કોઈ સમસ્યા આવે તો તે ઝાલા વિરમદેવના મંદિરે દર્શન માત્રથી દૂર થાય છે.

હાલ મંદિર છે તે સ્થળે શહીદ થયા હતા ઝાલા વિરમદેવ
સામાન્ય રીતે માનવ જીવન દરમિયાન કોઈપણ વ્યક્તિને પોતાના ખેતી તેમજ પશુપાલન પ્રત્યે વિશેષ લાગણી તેમજ ભાવ રહેલો હોય છે ત્યારે આજની તારીખે પણ પશુધનને કોઈ તકલીફ કે સમસ્યા આવે તો તે વિરમદેવના મંદિરે ખાસ હાજરી પૂરાવા આવે છે. વિરમદેવના દર્શન માત્રથી પશુધનમાં આવેલી સમસ્યા દૂર થાય છે. નિસંતાન દંપતિ સંતાન પ્રાપ્તિ માટે વીર બાવજીના શરણે આવી માનતા રાખે છે અને તેમની માનતા પૂર્ણ પણ થાય છે. વિરમદેવના દર્શન કરવાથી કેટલાય ભાવિકોની માનતા પૂર્ણ થઈ છે. અને અટલે જ લોકોમાં દિન પ્રતિદિન આસ્થામાં વધારો થતા મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે.

ભાથીજી મહારાજથી પૂર્વે ગૌમાતા માટે જાનની બાજી
મંદિરે સદાવ્રત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી આસપાસના વિસ્તારો તેમજ અન્ય જિલ્લાઓ,  રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે મહત્વરૂપ બની રહેલા મંદિરે સુવિધા મળી રહે છે. લોકો પોતાની માનતા પરિપૂર્ણ થતાં વિરમદેવના દર્શને આવી વિશેષ અનુભૂતિ કરે છે. ગુજરાતના ખેડામાં વીર ભાથીજી મહારાજ ગૌરક્ષા કરતા પોતાનુ ધડ કપાયા પછી પણ તેમનુ શરીર લડતું હોવાની પ્રચલિત કથાથી મોટાભાગના લોકો પરિચિત છે. સાબરકાંઠામાં હિંમતનગરના અડપોદરા ગામે વીર ભાથીજી મહારાજથી પણ પૂર્વે ગૌમાતા માટે પોતાના જાનની બાજી લગાવી દેનારા વિરમજી ઝાલાની વાતથી ઘણા લોકો અજાણ છે.

મુગલ સલ્તનત સામે જીવ આપી ગૌમાતાનું રક્ષણ 
આજે પણ વિરમજી હાજરાહજૂર છે અને હજારો લોકોને દુઃખ દર્દ અને સમસ્યાઓથી છુટકારો અપાવી રહ્યા છે. દર વર્ષે ભાદરવા માસમાં મંદિરે વિશેષ મહામેળો ભરાય છે. મેળામાં હજારો લોકો આવે છે અને મેળાનો આનંદ માણી મંદિરે પોતાની માનતાઓ પણ પૂર્ણ કરે છે. વર્ષોથી ઝાલા બાવજીના મંદિર ભક્તોની આસ્થા જોડાયેલી છે. ઝાલા પરિવાર મંદિરની પૂજા અર્ચના કરી રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનથી મોટી સંખ્યામાં ભક્તો પૂનમે ખાસ દર્શન કરવા આવે છે પૂનમના દિવસે મંદિરે ચાલતા સદા વ્રતમાં તમામ ભક્તોને મહાપ્રસાદનો વિશેષ લાભ મળે છે.

વાંચવા જેવું: ગુજરાતની એવી જગ્યા જ્યાં નદી શિવલિંગને સ્પર્શી કરે છે અભિષેક, દુષ્કાળ હોય તો પણ ગૌમુખનું પાણી અવિરત

ભાદરવા માસમાં મંદિરે વિશેષ મહામેળો 
પૂનમે મોટી સંખ્યામાં સ્થાનિક અને આસપાસના લોકો સહિત ગુજરાત બહારથી આવતા ભક્તોનું ઘોડાપૂર ઉભરાતું હોય છે. ભક્તો પોતાની મનોકામના પૂરી થતાં દાદાને દર્શને આવી શ્રીફળ, ઘી અને અગરબત્તી ચડાવે છે. ગૌરક્ષા માટે પોતાના જીવનુ બલિદાન આપી દેનાર હજરાહજૂર વીર વિરમદેવ ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે અને લોકોના દુખદર્દ દૂર કરે છે. ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે મંદિરે આવી વિરમદેવના દર્શન કરી વિશેષ અનુભૂતિ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ