બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Koteshwar Mahadev Temple is located near Ambaji and is a wonderful scenic spot

દેવ દર્શન / ગુજરાતની એવી જગ્યા જ્યાં નદી શિવલિંગને સ્પર્શી કરે છે અભિષેક, દુષ્કાળ હોય તો પણ ગૌમુખનું પાણી અવિરત

Dinesh

Last Updated: 09:10 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: અરવલ્લીની ગિરિમાળાઓમાં 51 શક્તિપીઠમાંની એક જ્યાં માં જગદંબાનુ હ્રદય પડ્યુ હોય તે ભગવતી જગદંબાના નિજમંદિરથી પાંચ કિલોમીટરના અંતરે અતિપૌરાણિક કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે.

શક્તિનગરી માં અંબાનાં ધામ શક્તિપીઠ અંબાજી નજીક આવેલા પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન કોટેશ્વર મહાદેવ મંદિર અલૌકિક પૌરાણિક અને અદભુત રમણીય સ્થળની સાથે સાથે ભક્તિ અને આસ્થાનું પણ કેન્દ્ર છે. અનેક દંતકથાઓ સાથે જોડાયેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે..શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવા માટે મંદિરે આવે છે. 

પાતાળમાંથી શિવલિંગ પ્રગટ થયુ હોવાની માન્યતા 
અરવલ્લીની ગિરિમાળાઓમાં 51 શક્તિપીઠમાંની એક જ્યાં માં જગદંબાનુ હ્રદય પડ્યુ હોય તે ભગવતી જગદંબાના નિજમંદિરથી પાંચ કિલોમીટરના અંતરે અતિપૌરાણિક કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયુ હોવાની માન્યતા છે. કોટેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી ટેકરી પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન હોવાથી ભગવાન શંકરના આ મંદિરનું મહાત્મય ઘણું વધી જાય છે.

મંદિરની નજીકમાં આવેલ કુંડ અતિ પવિત્ર ગણાય છે. પથ્થરને કોતરીને બનાવવામાં આવેલ આ કુંડમાં નજીકની ટેકરીઓમાંથી ગૌમુખ ધ્વારા નદીનું પવિત્ર પાણી બારેમાસ સતત વહયા કરે છે. ભાવિક ભક્તો કુંડના પગથિયાં ઉતરી કુંડમાં સ્નાન કરી તેમજ પવિત્ર પાણીને પોતાના ચરણસ્પર્શ કરી  પોતે પવિત્ર થયાની લાગણી અને ધન્યતા અનુભવે છે. કોટેશ્વર મહાદેવનું સ્વ્યંભુ શિવલિંગ પાતાળને સ્પર્શતું હોવાનું કહેવાય છે. શાસ્ત્રો પ્રમાણે સરસ્વતી નદીનાં અનેક મુખો બતાવાયા છે ત્યારે સરસ્વતીનું એક મુખ મંદિરની બાજુમાં છે અને તેમાંથી આવતું પાણી મંદિરનાં નીચે શિવલિંગને સ્પર્શી અભિષેક કરીને જાય છે.

કોટેશ્વર નજીક પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન
ભાવિકો અપાર શ્રદ્ધાથી કોટેશ્ર્વર મહાદેવની માનતા રાખે છે અને કેન્સર જેવા રોગથી પણ લોકોને મુક્તિ મળી છે.. માનતા પૂરી કરવા આવતા ભાવિકો મહાદેવના આંગણે આવે ત્યારે અંબાજીના દર્શને પણ જાય છે. મહાદેવ મંદિરની આજુબાજુ રહેતા આદિવાસી સમાજના લોકોને કોટેશ્વર મહાદેવ ઉપર અતૂટ શ્રદ્ધા છે. તે ક્યારેય કોટેશ્વર ભગવાનની ખોટી સોગંધ ખાતા નથી. અને જો કોઈ ઘટનામાં દોષીત માનવામાં આવેલી વ્યક્તિ નિર્દોષ હોય અને મહાદેવની સોગંધ ખાય તો તેને તેમનો સમાજ નિર્દોષ માની માફ કરે છે. ગૌમુખમાંથી આવતું પાણી કોઈ દિવસ બંધ થતું નથી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તોય આ પાણી ઘટતું નથી દેશની 999 નદીઓમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ જે ત્રણ કુંવારિકા નદી કહેવાય છે તેમાંથી સરસ્વતીનદીનું ઉદગમ સ્થાન અહીંથી થાય છે. કોટેશ્ર્વર મહાદેવની આરતીના સમયે દર્શને આવતા ભાવિકો હાથમાં દીવા લઈ મહાદેવની આરતીમાં ભાવભેર જોડાઈ ખૂબ ધન્યતા અનુભવે છે 

ભાવિકો અપાર શ્રદ્ધાથી કોટેશ્ર્વર મહાદેવની માનતા રાખે છે
કહેવાય કે ભગવાન કૃષ્ણ જ્યારે અહીંયા પોતાની ચૌલ ક્રિયા કરવા માટે  જશોદા માતા સાથે આવ્યા ત્યારે તેમણે શિવ શક્તિની પૂજા કરી હતી. શક્તિ એટલે સ્વયં જગદંબા ભગવતીનું સ્થાન અંબાજી માતાજીની શક્તિપીઠ અને  શિવ એટલે આખા પંથકની અંદર સ્વયંભૂ મહાદેવ ભગવાનનું મંદિર કોટેશ્વર, માટે એવું પણ કહી શકાય કે ભગવાન કૃષ્ણએ અહીંયા આવીને ભગવાન શિવ કોટેશ્વર મહાદેવની પૂજા કરી હોય. કોટેશ્વર મહાદેવ મંદિર નજીક વાલ્મિકીઋષિ આશ્રમ આવેલ છે. જયાં વાલ્મિકી ઋષિએ હજારો વર્ષ તપ કર્યું હતું. અને અહીંયા રહીને તેમણે રામાયણનાં અમુક અંશઓનું લખાણ કર્યું હોવાનું કહેવાય છે. આશ્રમમાં વાલ્મિકીએ લવ અને કુશને શિક્ષણ-તાલીમ આપી હોવાનું માનવામાં આવે છે, વાલ્મિકી આશ્રમમાં સીતામાતા તેમજ લવકુશનું મંદિર આવેલું છે.એટલે કે કોટેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે.અને અનેક દંતકથાઓ મંદિર સાથે જોડાયેલી છે ત્યારે અનેક ભક્તો જ્યારે અંબાજી મંદિરે દર્શન માટે આવે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરે પણ દર્શને આવી ધન્યતા અનુભવી રહ્યા છે.

આદિવાસી સમાજના લોકોની કોટેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્ધા
કોટેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુના વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના લોકો સિધ્ધપુરના માતૃગયા તીર્થની જેમ કોટેશ્વર મહાદેવ મંદિર નજીક સરસ્વતી નદીમાં અસ્થી વિસર્જન કરે છે.અને ફાગણ મહિનામાં આદિવાસી સમાજના લોકોનો નૈતી નામનો મેળો ભરાય છે.જેમાં હજારો લોકો આવતા હોયછે. ત્યારે આદિવાસી સમાજના લોકો માટે કોટેશ્ર્વર મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર છે. કોટેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તો ને ખુબ આસ્થા છે અને એટલે જ મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શને આવે છે. અંબાજી માતાનાં દર્શને આવતા ભક્તો કોટેશ્વર મહાદેવ ખાતે ભગવાન શિવના દર્શન કરી પોતાની યાત્રા પૂરી થઈ હોવાનું માને છે.

વાંચવા જેવું: ગુજરાતના આ ગામાં ઘોડે ચઢીને આવ્યા હતા સાક્ષાત રામદેવજી, ગામ લોકોએ ભેગા થઈને બનાવ્યું હતું મંદિર

ગૌમુખનુ પાણી કોઈ દિવસ બંધ થતું નથી 
શક્તિપીઠ અંબાજી નજીક આવેલા પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન કોટેશ્વર મહાદેવ મંદિર અલૌકિક પૌરાણિક અને અદભુત રમણીય સ્થળની સાથે સાથે ભક્તિ અને અસ્થાનું પણ કેન્દ્ર શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ