બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બેંક લોન ટ્રાન્સફર કરતા પહેલા આ રીતે કરો ગણતરી, નહીં તો ફાયદાને બદલે થશે નુકસાન

તમારા કામનું / બેંક લોન ટ્રાન્સફર કરતા પહેલા આ રીતે કરો ગણતરી, નહીં તો ફાયદાને બદલે થશે નુકસાન

Last Updated: 03:02 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયારે તમે પોતાની લોન એક બેન્કથી બીજી બેન્કમાં ટ્રાન્સફર કરાવો છો, તો તમારી નવી બેંક તમારી હાલની લોનની ચુકવણી કરે છે. જો તમારી લોનમાં પેમેન્ટ કલોઝ સામેલ છે, તો તમારે તે શુલ્કની ચુકવણી કરવી પડશે.

તમને પણ દરરોજ લોન ટ્રાન્સફર માટે કોલ આવતા જ હશે. બેંકો ઘણીવાર લોન ટ્રાન્સફરનો વિકલ્પ ઓફર કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. બેંક તરફથી લોન ટ્રાન્સફર કરાવવાના ઘણા ફાયદા જણાવવામાં આવે છે. જેમાં ઓછા વ્યાજ દર સહિત અન્ય લાભોનો ઉલ્લેખ કરવામાં આવે છે. બેન્કિંગ નિષ્ણાતોનું કહેવું છે કે લોન ટ્રાન્સફર ક્યારેય પણ વિચાર્યા વગર ન કરવી જોઈએ. લોન ટ્રાન્સફર કરતા પહેલા ટ્રાન્સફર ખર્ચ અને બચતની ગણતરી કરવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે નફાની શોધમાં નુકસાન થઈ જાય છે. ચાલો જાણીએ લોન ટ્રાન્સફર કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

loan 2

લોન બેલેન્સ ટ્રાન્સફર કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે તમારી લોન એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરો છો, ત્યારે તમારી નવી બેંક તમારી હાલની લોન ચૂકવે છે. જો તમારી લોનમાં પેમેન્ટ ક્લોઝ સામેલ હોય, તો તમારે તે શુલ્ક ચૂકવવા પડશે. વધુમાં, તમારે તમારી નવી લોન માટે પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડી શકે છે. જો કે, ઓછા વ્યાજ દર સાથે, તમે બચત કરી શકો છો. જ્યારે તમે તમારા લોનના વ્યાજ દરની સરખામણી અન્ય બેંક દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજદર સાથે કરો છો અને તમને લાગે છે કે તમે વધારે દર ચૂકવી રહ્યા છો, ત્યારે તમને તમારી લોનને વધુ સારી ડીલ ઓફર કરતી બેંકમાં ટ્રાન્સફર કરવાની ઇચ્છા થાય છે.

credit-score_0

ક્રેડિટ સ્કોર પર પડી શકે છે અસર

જ્યારે તમે લોન ટ્રાન્સફર માટે બેંકનો સંપર્ક કરો છો, ત્યારે ધિરાણકર્તા તમને નાણાં ઉછીના આપવાના જોખમનું મૂલ્યાંકન કરવા માટે તમારો ક્રેડિટ સ્કોર તપાસે છે. આ પ્રક્રિયાને એક હાર્ડ ઇન્કવાયરી તરીકે ઓળખવામાં આવે છે. ક્રેડિટ સ્કોરને અસર કરતા મહત્ત્વપૂર્ણ પરિબળોમાંથી એક હાર્ડ ઇન્કવાયરી છે.

વધુ વાંચો: હોમ લોન પર થશે ટેક્સની બમણી બચત, બસ આ એક સરળ કામથી તમને થશે ફાયદો

લોન ટ્રાન્સફર પર લાગતા છુપાયેલા શુલ્ક વિશે જાણો

કોઈપણ લોન ટ્રાન્સફર કરતા પહેલા તેના પર લાગતા છુપાયેલા શુલ્ક વિશે જાણકારી મેળવો. જેથી નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓને સંપૂર્ણપણે સમજવું મહત્ત્વપૂર્ણ છે. જો ખર્ચ બચત કરતા વધુ હોય તો લોન ટ્રાન્સફર કરવી એ નફાકારક સોદો રહેશે નહીં. નિષ્ણાતો કહે છે કે તમારી લોન વારંવાર ટ્રાન્સફર કરશો નહીં, કારણ કે તેની સાથે સંકળાયેલ ખર્ચ પ્રક્રિયાને વધુ ખર્ચાળ બનાવી નાખે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિગત લોનમાં તેમની સાથે પ્રીપેમેન્ટ ચાર્જિસ જોડાયેલા હોય છે. લોન સાથે સંકળાયેલ પ્રોસેસિંગ ફી, કાનૂની ફી, સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય શુલ્ક પણ હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ