બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nadiad's 9-year-old Manya Brahmabhat suffers from muscular dystrophy, family pleads for help

મદદની ગુહાર / માન્યને મદદ કરો: દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યું છે નડિયાદનું 9 વર્ષનું બાળક, રૂ.4 કરોડના ઈંજેક્શનની જરૂર

Khyati

Last Updated: 01:16 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદના 9 વર્ષના માન્ય બ્રહ્મભટ્ટને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની જટિલ બીમારી, વીટીવી ન્યૂઝ થકી પરિવારે લગાવી મદદની ગુહાર, માન્યને બચાવવા માટે બનો મદદરૂપ

  • નડિયાદનો 9 વર્ષનો માન્ય ઝંખે છે જિંદગી
  •  મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનામના રોગથી પીડાય છે માન્ય
  • પિતાએ મદદ માટે જનતાને લગાવી ગુહાર
  • માન્યની સારવાર માટે 1 ઇન્જેક્શન 4 કરોડનું

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કે મસલ્સની નબળાઇ. આ એક એવી બીમારી છે જેનો ઇલાજ કદાચ શક્ય છે પરંતુ ભયંકર ખર્ચાળ પણ. ત્યારે વધુ એક બાળક મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો ભોગ બનતા પરિવારે જનતા પાસે મદદની ગુહાર લગાવી છે. 9 વર્ષનું બાળક, કે જેને મિત્રો સાથે મેદાનમાં રમવા જવુ છે. બા-દાદા સાથે મંદિરે જવુ છે, શાળાએ જવુ છે પરંતુ બીમારી એવી છે કે બાળક છેલ્લા બે વર્ષથી શાળાએ પણ જઇ શકતો નથી. 

9 વર્ષના માન્યને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી 

આજકાલ એવી બીમારીઓ જોવા મળી રહી છે જેનો ઇલાજ કરવામાં જમા પૂંજી પણ ઓછી પડે. એવી જ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે  નડિયાદનો 9 વર્ષનો માન્ય.   આ બીમારી છે ડ્યુકેન  મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. જે સ્નાયુના કદમાં ઘટાડો કરે છે જેથી સમય જાય તેમ હાથ પગ અને કરોડરજ્જુ કામ કરતા બંધ થઇ જાય છે. માન્ય 5 વર્ષનો હતો ત્યારથી તેને આ બીમારી હતી. સમય વધતો ગયો તે તેમ બીમારી પણ વધતી ગઇ અને અત્યારે 9 વર્ષના માન્યને કમરથી નીચેનો ભાગ 70 ટકા કામ કરતો બંધ થઇ ગયો છે. 

માન્યને કમરથી નીચેનો ભાગ 70 ટકા બંધ 

નડિયાદના અનેરી હાઇટ્સમાં રહેતા ઋષિભાઇ બ્રહ્મભટ્ટના ઘરે 9 વર્ષ અગાઉ દિકરાનો જન્મ થયો. દિકરાના ઘરે દિકરાનો જન્મ થતા પરિવારમાં હરખ સમાતો ન હતો. પરંતુ દિવસ જાય તેમ જેમ જેમ માન્ય મોટો થયો તેને ચાલવામાં અને ઉભુ રહેવામાં તકલીફ થવા લાગી. માન્ય 5 વર્ષનો થયો ત્યારે તેને DMD એટલે કે ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી હોવાનું સામે આવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ.  કારણ કે આ એક જટિલ બીમારી છે. 10 લાખમાંથી એક બાળકને જ જોવા મળે. ત્યારે વ્હાલસોયાને આવી બીમારી થતા માતા પિતા ચોધાર આંસુએ રડવા લાગ્યા.  પરિવારે એક પણ દવાખાનું બાકી નથી રાખ્યુ. તમામ તબીબોને બતાવી જોયુ પરંતુ ખાટલે મોટી ખોટ એ કે આ બીમારીનો કોઇ ઇલાજ જ નથી.  જો કે એક એનજીઓના સંપર્કમાં આવતા વિદેશના ડોક્ટરો સાથે વાતચીત થઇ. તેઓએ જણાવ્યું કે એક ઇન્જેક્શન જો આપવામાં આવે તો માન્યને આ બીમારી મટી શકે તેમ છે. 

ઇલાજ માટે એક ઇન્જેક્શન 4 કરોડનું

એક ઇન્જેક્શનની કિંમત છે 4 કરોડ રૂપિયા. મધ્યમવર્ગમાંથી આવતા ઋષિભાઇ આટલા બધા પૈસા લાવે ક્યાંથી. આખરે તેઓએ વીટીવી સમક્ષ આવીને  દિકરા માટે દાનની અપીલ કરી છે.  આ અંગે માન્યના પિતા ઋષિભાઇએ જણાવ્યું કે વિદેશમાં  આ બીમારીના ઈલાજની દવા ક્લિનિકલ ટ્રાયલ રૂપે શરૂ છે જેની મોટી રકમ કે ચાર કરોડ રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે. અને આ માટે અમે લોકો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છીએ. આ ઇન્જેક્શન જો મળી જાય તો રોગ ત્યાં અટકી જાય એમ છે. અત્યારે ન્યુરોલોજીસ્ટ અમદાવાદ ખાતેની દવા ચાલુ છે. અમે દિલ્હી એમ્સમાં  આ રોગના ઇલાજ માટે તપાસ કરી ચૂક્યા છીએ. તેઓએ જણાવ્યું કે આ ટ્રીટમેન્ટ માટેના પૈસા ભેગા થઇ જાય તો એક અઠવાડિયામાં જ તેની સારવાર ચાલુ થઇ જશે. 

 

અત્યાર સુધી 3 લાખ ભંડોળ કર્યુ એકત્ર

ઋષિભાઈ બ્રહ્મભટ્ટે તેમના પરિવાર અને મિત્રવર્તુળ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી એક કેમ્પેઇન શરૂ કર્યુ છે.  જેમાં  13 દિવસની અંદર 3 લાખ રૂપિયા ભેગા થઇ ગયા છે. 4 કરોડની સામે 3 લાખ કંઇ ન કહેવાય પરંતુ ટીપે ટીપે સરોવર ભરાય. ત્યારે માન્યને બચાવવા પરિવારે પણ હિંમત હારી નથી. તેઓ બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. વીટીવી ન્યૂઝ સમક્ષ આવીને માન્યને બચાવવા માટે અપીલ કરી છે.

માન્ય બ્રહ્મભટ્ટને કરો મદદ

તમે UPI દ્વારા પણ માન્યને મદદ કરી શકો છો 

 

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી શું છે ?

  • આ એક વારસાગત સ્નાયુઓની બીમારી છે 
  • જે જેનિનિક સમસ્યાથી ફક્ત પુરુષ બાળકોમાં જોવા મળે
  • આ બીમારી X રંગસૂત્રમાં ડિસ્ટ્રોફીન જીનના અભાવે જોવા મળે છે
  • સામાન્ય રીતે સ્નાયુઓની કમજોરી 2થી 3 વર્ષની ઉંમર વચ્ચે શરૂ થાય છે
  • બાળકને  દોડવામાં અને ચાલવા ખૂબ જ સમસ્યા થાય છે
  • બાળકને ઉભા થવા તેમજ પગથિયા ચડવામાં તકલીફ રહે છે
  • ઉંમર વધવાની સાથે સાથે બીમારી ઉધઇની જેમ શરીરમાં પ્રસરે છે
  • શરીરના અન્ય ભાગોમાં પ્રસરતા શરીરને ખોખલું કરી નાખે છે
  • આગળ જતા હૃદય શ્વસન માટેના સ્નાયુઓ પણ નબળા પડતા હોય છે
  • 8થી 10 વર્ષની સુધીની ઉંમરમાં ચાલવાનું બંધ થઈ જતું હોય છે
  • બાળક માટે ચાલવું તો દૂર ટેકો લઈને ઊભું રહેવું પણ મુશ્કેલ 
  • મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની બીમારી 10 લાખ લોકોએ એક વ્યક્તિને થાય છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ