બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Myocarditis is an inflammation of the heart muscle

સ્વાસ્થ્ય / હાર્ટમાં સોજો આવતા જ શરીરમાં દેખાવા લાગે છે આ 5 લક્ષણ, ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ

Pooja Khunti

Last Updated: 08:00 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો શરદી-ઉધરસ, હ્રદયમાં દુ:ખાવો અને હાથ-પગમાં ચડતા સોજાને અવગણે છે. પરતું આ લક્ષણો હ્રદયમાં સોજાને કારણે હોય શકે છે. જેને મ્યોકાર્ડિટિસ કહેવામાં આવે છે.

  • લાંબા સમય સુધી ફ્લૂની સમસ્યા કોઈ સામાન્ય બાબત નથી
  • દર વખતે થાક લાગે અથવા સુસ્તી ચડવા લાગે
  • હ્રદયમાં દુ:ખાવો એ હ્રદયમાં સોજાનું સંકેત છે

ખરાબ જીવનશૈલી અને ખાનપાનનાં કારણે લોકોમાં ગંભીર બીમારીઓ વધી રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં હાર્ટ અટેકનાં કેસ વધી ગયા છે. હ્રદય શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. તે શરીરના દરેક ભાગમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. જો તમને  હ્રદયને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેને નજરઅંદાજ કરશો નહીં. તે ઘાતક સાબિત થઈ શકે છે. ઘણા લોકો શરદી-ઉધરસ, હ્રદયમાં દુ:ખાવો અને હાથ-પગમાં ચડતા સોજાને અવગણે છે. પરતું આ લક્ષણો હ્રદયમાં સોજાને કારણે હોય શકે છે. જેને મ્યોકાર્ડિટિસ કહેવામાં આવે છે. જાણો, તેના લક્ષણો વિશે. 

ફ્લૂ 
તાવ,ગળામાં દુ:ખાવો અને શરદી-ઉધરસ આ બધા સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો હ્રદયમાં સોજાને કારણે હોય શકે છે. લાંબા સમય સુધી ફ્લૂની સમસ્યા કોઈ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

વધુ પડતો થાક લાગે 
દર વખતે થાક લાગે અથવા સુસ્તી ચડવા લાગે તો સમજવું કે આ હ્રદયમાં સોજાનાં લક્ષણો છે. જો રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ તમને થાક લાગે તો તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરશો. તમારે ડોક્ટરને મળીને સારવાર કરાવવાની જરૂર છે. 

શરીરમાં સોજો આવી જવો 
જો તમારા હ્રદયમાં સોજો હોય તો શરીરના કેટલાક ભાગમાં સોજો આવી જાય છે. તમને હાથ, પગ અને ચહેરા પર સોજો જોવા મળશે. 

વાંચવા જેવું: અસ્થમાથી લઇને... આ ડ્રાયફ્રૂટ આગળ અખરોટ-બદામ પણ ફેલ, રોજ ખાવાથી અનેક સમસ્યાઓ થશે દૂર

છાતીમાં દુ:ખાવો 
હ્રદયમાં દુ:ખાવો એ હ્રદયમાં સોજાનું સંકેત છે. તેના કારણે તમને ઘણી વાર એકદમથી છાતીમાં દુ:ખાવો થવા લાગે છે. જ્યારે તમે આરામ કરી રહ્યા હોય ત્યારે શ્વાસ લેવામાં સમસ્યા થવી. 

ચક્કર આવે 
કેટલાક લોકોને વારંવાર ચક્કર આવવાની સમસ્યા હોય છે. ઘણા લોકો તેને શરીરની નબળાઈ સમજવાની ભૂલ કરે છે. વારંવાર ચક્કર આવવા એ પણ હ્રદયમાં સોજાનાં લક્ષણો હોય શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ